ઉમરેઠમાં લિંગડા રોડ પર આવેલ જી-માર્ટમાં તાલુકા મામલતદાર શ્રી, તાલુકા વિકાશ અધિકારી શ્રી, વીજ કંપનીના જુનિયર એન્જીનીયર, ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા ફાયર વિભાગ અને ઉમરેઠ પોલીસના સંયુક્ત ઉપક્રમે ચેકીંગ હાથ ધારાયું. ચેકીંગ કમિટીને તપાસમાં જી-માર્ટમાં ફાયર સુવિધા ફાયર ઈમરર્જન્સી એક્ઝીટ સહીત ની અનેક ખામી યુક્ત બાબતો ધ્યાનમા આવતા તપાસ કમિટી ધ્વારા તાત્કાલિક અસરથી જાહેર હિતને ધ્યાનમાં લઈ સિલ કરાયું.
ઉમરેઠ તાલુકામાં સ્થાનિક તંત્ર દ્વારા જે રીતે કમિટી તપાસ શરૂ થઈ છે તે જોતા લાગે છે કે હજુ ઘણી બધી મિલકતોને પણ સિલ વાગે.