ઉમરેઠ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આમ્ર રસોત્સવ (કેરી ગાડા ઉત્સવ) વડતાલ સંપ્રદાયના ઓડ બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો. લગભગ પાંચથી છ હજાર જેટલી મોટી સંખ્યામાં Advantage આમ્ર રસોત્સવ અને પ્રસાદીનો લાહવો માણ્યો. પ.પુ. ગુરુ શ્રી રઘુવીરચરણ દાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ શ્રી રામાનુજ સ્વામી, પૂજારી સ્વામી શ્રી દિવ્યપ્રકાશદાસજી તેમજ શ્રી હરિગુણદાસજી સ્વામીના આશીર્વાદ બાદ મંદિર પરિશર માં આમ્ર રસોત્સવની ઉજવણી કરવામા આવી હતી, અને આ આમ્ર રસોત્સવની સાથે બાળધૂન મંડળનો 76 મો વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો. આમાં બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું. આમ્ર રસોત્સવમાં બહારગામથી અનેક સંતો પણ પધાર્યા હતા જેમાં વડતાલના કોઠારી અને ગઢપુર મંદિર ના ચેરમેન એ પણ ઉત્સવમાં આશીર્વચન નો લાભ આપ્યો હતો. આ ઉત્સવમાં પધારેલ સર્વે સંતોએ હરિભક્તોને પ્રેમ અને ઉતસાહથી રસ પીરસીને આ ઉત્સવ ને સફળ બનાવ્યો. આ રીતે આમ્ર રસોત્સવ અને બાળ ધૂન મંડળના વાર્ષિકોત્સવની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી.
ઉમરેઠમાં ઉત્સવમાં શુભાશિર્વાદ આપવા પ.પુ. સ્વામી શ્રી સંતવલ્લભદાસજી (ચેરમેન વડતાલ મંદિર), પ.પુ. સ્વામી શ્રી હરિજીવનદાસજી (ચેરમેન ગઢડા મંદિર), પ.પુ. સ્વામી શ્રી નારાયણદાસજી (પ્રયાગરાજ મંદિર), પ.પુ. શ્રી પરમેશ્વરસ્વામી (અમદાવાદ મંદિર), પ.પુ. શ્રી અક્ષરસ્વામી (વેજલપુર મંદિર) પધાર્યા હતાં.
રિપોર્ટર-ધનંજય શુક્લ( ઉમરેઠ)