લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે આવશે અને આ વખતે જૂનાની સાથે ઘણા નવા બૉલીવુડ સ્ટાર્સ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં 14 સ્ટાર્સનું રાજકીય ભવિષ્ય દાવ પર છે. જનતાનું સમર્થન આ સિતારાઓને મળશે કે નહીં એ તો જોવાનું રહ્યું પણ એ પહેલા જાણીએ કે કયા સિતારાઓ કઈ સીટ પરથી લડી રહ્યા છે અને જો જીતશે તો એમનો આગળનો પ્લાન શું છે.
હેમા માલિની
હેમા માલિની મથુરા લોકસભા સીટથી સતત ત્રીજા વર્ષે ચૂંટણી લડી રહી છે.તે 2004માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી અને 2014માં પહેલીવાર મથુરાથી લોકસભા ચૂંટણી જીતી. 2019 માં, તે ફરીથી તે જ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતઆ હવે ત્રીજી વખત લોકોનું સમર્થન મળે છે કે નહીં એ જોવાનું રહ્યું. જો બટેન ફિલ્મી કરિયરની વાત કરીએ તો હેમા માલિની 100 થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે. ફિલ્મોમાં તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રી અને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.
મનોજ તિવારી
નોર્થ ઈસ્ટ દિલ્હી લોકસભા સીટ પરથી મનોજ તિવારી પોતાની ઇનિંગ રમી રહ્યા છે. તેઓ 2014થી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.ભોજપુરી અભિનેતા મનોજ તિવારીએ સૌપ્રથમ 2009ની લોકસભા ચૂંટણી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લડી હતી પરંતુ પરાજય થયો હતો. 2014માં તેઓ ભાજપમાં જોડાયા અને ચૂંટણી પણ લડી અને આ વખતે તે જીતી ગયા હતા.
કંગના રનૌત
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ માટે કંગના રનૌતની પસંદગી કરવામાં આવી છે. 24 માર્ચે તેમને ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ આપવામાં આવ્યું હતું.હિમાચલની મંડી સીટ પરથી પહેલીવાર ચૂંટણી લડી રહેલી કંગનાએ કહ્યું હતું કે જો તે ચૂંટણી જીતશે તો તે ફિલ્મોમાંથી સંન્યાસ લઈ લેશે. તેમનો ઇરાદો ફૂલ ટાઈમ રાજનીતિ કરવાનો છે.
અરુણ ગોવિલ અને રવિ કિશન
રામાયણ શો ફેમ અરુણ ગોવિલ મેરઠ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા છે. આ સાથે જ ભોજપુરી અભિનેતા રવિ કિશન પણ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય છે. તેઓ ગોરખપુરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
લોકસભા ચૂંટણીમાં 14 સ્ટાર્સનું રાજકીય ભવિષ્ય દાવ પર
ભોજપુરી સિનેમાના નિરહુઆ ઉર્ફે દિનેશ લાલ યાદવ આઝમગઢ બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં નસીબ અજમાવી રહ્યા છે.પાવર સ્ટાર પવન સિંહ પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ કરકટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. શત્રુઘ્ન સિંહા પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા છે. તેઓ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથે છે.મલયાલમ ફિલ્મ સ્ટાર સુરેશ ગોપી કેરળના થ્રિસુરથી ચૂંટણી ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.