હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા સીટ પર છેલ્લા 8 વર્ષથી ભાજપનો કબ્જો છે. વર્ષ 2008 માં થયેલ પેટા ચૂંટણીમાં અનુરાગ ઠાકુરને જીત મળી હતી. જે બાદ અનુરાગ ઠાકુરે પાછળ વળીને જોયું નથી. વર્ષ 2019 માં લોકસભા ચૂંટણીમાં અનુરાગ ઠાકુરે 682692 મત મળ્યા હતા. જ્યારે બીજા નંબર પર કોંગ્રેસનાં રામ લાલ ઠાકુરને 283120 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર અનુરાગ ઠાકુરે કોંગ્રેસનાં ઉમેદવારને 399572 મતોથી હરાવ્યા હતા.
હમીરપુર લોકસભા સીટ પર વર્ષ 1952 માં 17 વખત લોકસભા ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાઈ છે. જેમાં 10 વખત ભાજપે જીત હાંસલ કરી છે. અગાઉ યોજાયેલ લોકસભા ચૂંટણી અને પેટા ચૂંટણીની વાત કરીએ તો સતત 8 મી વખત ભાજપ આ બેઠક પર ઝળહળતો વિજય મેળવ્યો હતો. અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર છેલ્લી ચાર ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે.
કોંગ્રેસે સતપાલ રાયજાદાને બીજી તક આપી
તાજેતરમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર સતપાલ રાયજાદા માટે મત માંગવા હિમાચલ પહોંચ્યા હતા. તેણે સતપાલના ખૂબ વખાણ કર્યા. સતપાલ સિંહ રાયજાદા 2017 થી 2022 સુધી ઉના સદરના ધારાસભ્ય હતા, જોકે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેમને સતપાલ સિંહ સત્તીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે કોંગ્રેસે તેમને અનુરાગ ઠાકુર સામે લોકસભા ચૂંટણીના ઉમેદવાર બનાવ્યા છે. 53 વર્ષીય સતપાલ 10મું પાસ છે. સતપાલ રાયઝાદાની કુલ સંપત્તિ 15.9 કરોડ રૂપિયા છે, જેમાં 3.8 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 12 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. તેમની પાસે 1 કરોડ રૂપિયાની જવાબદારી છે.
હમીરપુર લોકસભા સીટ પર પહેલા વર્ષ 1952 માં લોકસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર આનંદ ચંદ ચૂંટણી જીત્યા હતા. જે બાદ વર્ષ 1967 માં કોંગ્રેસનાં પ્રેમચંદ વર્માએ વિજય મેળવ્યો હતો. તો વર્ષ 1971 માં કોંગ્રેસનાં નારાયણ ચંદે વિજય મેળવ્યો હતો. જે બાદ 1977 માં ભારતીય લોક દળના ઠાકુર રંજીતસિંહે જીત હાંસલ કરી હતી. જે બાદ કોંગ્રેસે ફરી એક વખત એડીચોટીનું જોર લગાવ્યું હતું અને 1980 અને 1984 માં નારાયણ ચંદ અહીંયાથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1989 માં ભારતીય જનતા પાર્ટીએ મોટો ફેરફાર કર્યો હતો અને પ્રેમ કુરમાર ઘૂમલે અહીંયાથી જીત મેળવી હતી. જ્યારે 2008 માં પેટા ચૂંટણી અને 2009 થી 2019 નાં લોકસભા ચૂંટણીમાં અનુરાગ ઠાકુરે જીત મેળવી હતી.