અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની એકદિવસીય કેન્દ્રિય કાર્યસમિતિની બેઠક ગુજરાતના સુરતમાં સંપન્ન થઈ. બેઠકની શરૂઆતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજશરણ શાહી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી યાજ્ઞવલ્ક્ય શુકલ અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી આશિષ ચૌહાણે માતા સરસ્વતી અને સ્વામી વિવેકાનંદજીના ચિત્રની આગળ દીપ પ્રજવલિત કર્યું અને ત્યારબાદ તમામ પ્રતિનિધિઓએ સામુહિક વંદે માતરમ્ ગીત ગાયું. બેઠક દરમિયાન 05 જૂનના ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના અવસરે અભાવિપ કેન્દ્રિય કાર્યસમિતિના સભ્યોએ પર્યાવરણ ક્ષેત્રમાં યોગદાન આપવાની અને પર્યાવરણ અનુકુળ જીવનશૈલી અપનાવાની શપથ લીધી વિદ્યાર્થી પરિષદની આ કેન્દ્રિય કાર્યસમિતિ બેઠક, સુરતમાં યોજાઈ રહેલી રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક પૂર્વે યોજાઈ છે.
ઉલ્લેખનીય છે કે 07 જૂનથી 09 જૂન 2024 સુધી ગુજરાતના સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક યોજાઈ રહી છે. જેમાં દેશના તમામ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠકમાં શિક્ષણ, પર્યાવરણ સમયસામીક વિષયો પર વિગતવાર ચર્ચા પછી દેશભરમાં વિદ્યાર્થી પરિષદની પ્રવૃત્તિઓની આગામી યોજના નિર્ધારિત થશે. 06 જૂનની સાંજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો નાગરિક અભિનંદન કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે દેશના પ્રસિદ્ધ અભિનેતા મનોજ જોષી હાજર રહેશે, સાથે જ સુરતના ગણમાન્ય નાગરિકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજશરણ શાહીએ કેન્દ્રિય કાર્યસમિતિ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું કે ભારતનું લોકતંત્ર સતત સમૃદ્ધ અને સશક્ત બનીને સમગ્ર વિશ્વને એક સકારાત્મક દિશા બતાવી રહ્યું છે. ભારત લોકતંત્રની જનની છે. આ લોકતાંત્રીક વ્યવસ્થામાં નાગરિકોની સક્રિય ભાગીદારીથી દેશમાં એક સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. આધુનિક ભારતની સશક્તતા, બંધુત્વ અને સમાનતા જેવા શ્રેષ્ઠ મૂલ્યોનો મૂળ રાષ્ટ્રમાં પ્રાચીન સમયથી રહ્યો છે, જેને સતત વિકસાવવાની જરૂર છે. લોકતાંત્રીક મૂલ્યોને લોકજીવનમાં સ્થાપિત કરવા માટે સતત મહત્વપુર્ણ પ્રયત્નો કરવામાં આવવા જોઈએ. દેશમાં ‘સ્વ’ અને ‘સ્વ-બોધ આપારિત વ્યવસ્થા આગળ વધારવા અને વિવિધ ક્ષેત્રોમાં ભારતીય મૂલ્ય આધારિત બદલાવ લાવવા માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરવા પડશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી યાકાવલ્ક્ય શુક્લે જણાવ્યું કે હાલનો સમય ભારતનો સોનેરી પુગ છે, ભારતલક્ષ્યોની પુર્તિ માટે ઝડપી ગતિએ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. વિદ્યાર્થી પરિષદે દેશભરના વિવિધ શૈક્ષિક સંસ્થાઓમાં રચનાત્મક અનેઆંદોલનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા નીહિત સમસ્યાઓના નિદાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શિક્ષણ, પર્યાવરણ, ઉદ્યોગશીલતા, રમતગમત જેવા વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અભાવિપના કાર્યક્રમો અને અભિયાનોએ યુવાનોમાં એક પરિવર્તનકારી બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારત સશક્ત બનીને વિશ્વાનું નેતૃત્વ કરવા માટે સતત આગળ વધી રહ્યું છે.