લોકસભા 2024ની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 બેઠકો મળી છે. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા છે. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. ત્યારે હવે મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે.
Leaders from neighbouring countries to be invited to Prime Minister Narendra Modi's swearing-in ceremony. Heads of Nepal, Bhutan, Sri Lanka and Bangladesh have been invited for the ceremony: Sources
— ANI (@ANI) June 6, 2024
વિક્રમસિંઘેએ તે આમંત્રણનો સ્વીકાર્ય કર્યો
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના મીડિયા વિભાગે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે અને વિક્રમસિંઘેએ તે આમંત્રણનો સ્વીકાર્ય કર્યો છે.’ આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે ‘આ વાતચીત દરમિયાન મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પણ આપ્યું હતું.’
2014માં સાર્ક દેશોના નેતાઓ હાજર રહ્યા હતા
મોદીએ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે પણ વાતચીત કરી હતી. આજે તેમને ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 2014માં મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે BIMSTEC દેશોના નેતાઓએ 2019ના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.