સંસદીય દળની મળેલી બેઠકમાં ત્રીજી વખત વડાપ્રધાન મોદીનું નામ સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાને તેઓનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હું સૌ પ્રથમ તો આ સભાગૃહમાં ઉપસ્થિત એનડીએ ઘટક દળનાં તમામ નેતાઓ તેમજ નવા ચૂંટાયેલા સાંસદોનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરૂ છું.
#WATCH | At the NDA Parliamentary Party meeting, Prime Minister Narendra Modi says "Even after 10 years, Congress could not touch the figure of 100 seats. If we combine the 2014, 2019 and 2024 elections, Congress did not even get as many seats as BJP got in this election. I can… pic.twitter.com/uQ5TGgZkxS
— ANI (@ANI) June 7, 2024
દિવસ રાત જોયા વગર કામ કરનાર કાર્યકરોનો આભાર માન્યો
જે મિત્રો વિજયી થઈને આવ્યા છે તે તમામ લોકો શુભેચ્છાઓને પાત્ર છે. તેમજ જે કાર્યકરોએ દિવસ રાત દેખ્યા વગર ભયંકર ગરમીમાં જે પુરૂષાર્થ કર્યો છે મહેનત કરી છે તેઓને માથું નમાવીને નમન કરુ છું. મિત્રો મારૂ સૌભાગ્ય છે કે એનડીએનાં નેતાનાં રૂપમાં મને ચૂંટી મને એક નવું નેતૃત્વ આપ્યું છે. વ્યક્તિગત જીવનમાં હું એક જવાબદારીનો અહેસાસ કરુ છું. જ્યારે હું 2019 માં નેતાનાં રૂપમાં ચૂંટાયો હતો. ત્યારે ફરી એક વખત તમે લોકો મને ફરી એક વખત આ નેતૃત્વ આપો છે. જેનાથી એક વાત સાબિત થાય છે કે આપણી વચ્ચે એક અતૂટ સબંધ છે. એટલે આ જ પળ છે તે મને ભાવુક કરનાર છે. તેમજ તમારો લોકોનો આભાર માનું એટલો ઓછો છે.
#WATCH | Prime Minister Narendra Modi says, "The mandate of 2024 is strengthening one thing again and again that in today's scenario, the country trusts only NDA. When there is such unbreakable trust, it is natural for the expectations of the country to increase. I consider this… pic.twitter.com/QDlPIEx1Qq
— ANI (@ANI) June 7, 2024
22 રાજ્યોમાં ભવ્ય વિજય અપાવી સેવા કરવાની તક આપીઃ વડાપ્રધાન
ખૂબ ઓછા લોકો આ વાતોની ચર્ચા કરે છે. કદાચ તેમને ખબર નહી હોય. આજે એનડીએને લોકોએ 22 રાજ્યોમાં ભવ્ય વિજય અપાવી સેવા કરવાની તક આપી છે. અમારૂ આ ગઠબંધન સાચા અર્થમાં ભારતનો જે આત્મા છે. ભારતની જડોમાં જે રહેલો છે. તેનું આ એક પ્રતિબિંબ છે. અને હું આ એટલા માટે કહું છુ કે જરા નજર કરો જ્યાં અમારા આદિવાસી બંધુઓની સંખ્યા વધુ છે. એવા 10 રાજ્યોમાંથી 7 રાજ્યોમાં એનડીએ સેવા કરી રહી છે.
#WATCH | Prime Minister Narendra Modi says, "…If I keep NDA on one side & the aspirations and resolves of people of India, then I would say – NDA: New India, Developed India, Aspirational India…" pic.twitter.com/jIsS3bvil3
— ANI (@ANI) June 7, 2024
આગામી 10 વર્ષમાં વિકાસનો નવો અધ્યાય લખશે
મોદીએ કહ્યું કે NDA સરકારમાં અમે આગામી 10 વર્ષમાં સુશાસન, વિકાસ અને સામાન્ય માનવજીવનમાં સરકારની શક્ય એટલી હસ્તક્ષેપ ઘટાડવાનો પ્રયાસ કરીશું. એ જ લોકશાહીની તાકાત છે. આજના ટેકનોલોજીના યુગમાં આપણે પરિવર્તન ઈચ્છીએ છીએ. મોદીએ કહ્યું, અમે વિકાસનો નવો અધ્યાય લખીશું. સુશાસનનો નવો અધ્યાય લખશે. અમે જન-જનભાગીદારીનો નવો અધ્યાય લખીશું અને સાથે મળીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું.
#WATCH | At the NDA Parliamentary Party meeting, Prime Minister Narendra Modi says "NDA has always given a corruption-free, reform-oriented stable government to the country. Congress-led UPA changed their name but they have been known for their corruption. Even after changing… pic.twitter.com/QZTP49xUEk
— ANI (@ANI) June 7, 2024
મોદીએ કહ્યું કે NDA સરકારે દેશને સુશાસન આપ્યું છે અને એક રીતે જોઈએ તો NDA શબ્દ ગુડ ગવર્નન્સનો પર્યાય બની જાય છે. ગરીબ કલ્યાણ અને સુશાસન આપણા બધાના કેન્દ્રબિંદુમાં રહ્યા છે. જ્યારે પણ તેમને સેવા કરવાની તક મળી ત્યારે NDAના દરેક નેતાએ સમગ્ર ભારતમાં સુશાસન સુનિશ્ચિત કર્યું છે.
#WATCH | At the NDA Parliamentary Party meeting, Prime Minister Narendra Modi says "They announced an alliance just for photo-op but kept fighting against each other in several states…Right after the elections are over, they also started saying that this election was just for… pic.twitter.com/gNFGVc5zBi
— ANI (@ANI) June 7, 2024
છેલ્લા વર્ષમાં નવી ઊંચાઈઓને સ્પર્શી હતી
મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમે દેશને સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મદદ કરી છે. એનડીએના તમામ નેતૃત્વમાં એક સામાન્ય બાબત છે – તે છે સુશાસન. હું ખૂબ જવાબદારી સાથે કહી રહ્યો છું કે આગામી 10 વર્ષમાં સુશાસન, વિકાસ, નાગરિકોના જીવનમાં ગુણવત્તાયુક્ત જીવન… મારું વ્યક્તિગત સ્વપ્ન છે. સામાન્ય લોકોના જીવનમાં સરકાર જેટલી ઓછી દખલગીરી કરશે, લોકશાહી એટલી જ મજબૂત થશે.
એનડીએ સૌથી સફળ ગઠબંધન છે
મોદીએ કહ્યું સરકાર ચલાવવા માટે બહુમતી જરૂરી છે. પરંતુ દેશ ચલાવવા માટે સર્વસંમતિ ખૂબ જરૂરી છે. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે જે રીતે તમે અમને બહુમતી આપીને સરકાર ચલાવવાની તક આપી છે, અમે બધા સાથે મળીને સરકાર ચલાવવાનો પ્રયાસ કરીશું અને દેશના વિકાસમાં કોઈ કસર નહીં છોડીશું.
દેશમાં ત્રીજી વખત NDA સરકાર બનવા જઈ રહી છે. એનડીએને 293 બેઠકો મળી છે. ભાજપને 240, ટીડીપીને 16, જેડીયુને 12, શિવસેનાને 7, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને 5 બેઠકો મળી છે. જેડીએસ, આરએલડી, જેએસપીને બે-બે બેઠકો મળી છે. અપના દળ (S), AGP, AJSUP, HAM(S), NCP, SKM, UPPL ને એક-એક સીટ મળી છે. વિપક્ષ ઈન્ડિયા બ્લોકને 234 બેઠકો મળી છે. 543 બેઠકોના ગૃહમાં બહુમતી માટે 272 સભ્યો હોવા જરૂરી છે.