નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ, ઈટાલીનો સૌ પ્રથમ વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ, આજે બુધવારે જણાવ્યું હતું કે, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50મી G-7 સમિટમાં ભાગ લેવા, આવતીકાલ ગુરુવારે ઇટાલીના અપુલિયા ખાતે જશે.
ઈટાલીના અપુલિયામાં G-7 સમિટનું આયોજન
50મી G-7 શિખર સંમેલન આ વખતે 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીના અપુલિયામાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયા ખાતે યોજાશે. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આ સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
#WATCH | Foreign Secretary Vinay Mohan Kwatra says, "…At the invitation of Prime Minister of Italy, Prime Minister Narendra Modi will be travelling to Apulia, Italy tomorrow to participate in the 50th G7 Summit which is to be held there on 14th June where India has been invited… pic.twitter.com/zJtVBdZiTk
— ANI (@ANI) June 12, 2024
જ્યોર્જિયા મેલોની સાથે વાત કરી શકે છે પીએમ મોદી
વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમના ત્રીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી તેમના ઈટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. મીટિંગમાં, બંને વડા પ્રધાનો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરશે અને આગળના પગલાઓ માટે દિશા પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.”
G-7 એ સાત અદ્યતન અર્થતંત્રોનો સમૂહ છે
રશિયા યુક્રેન યુદ્ધ અને ગાઝા સંઘર્ષનો મુદ્દો બેઠકમાં મહત્વનો રહેવાની ધારણા છે. G7 એ વિશ્વની સાત આધુનિક અર્થવ્યવસ્થા ધરાવતા દેશનો સમૂહ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે.
બાઈડન, મેક્રોન, કિશિદા, ટ્રુડો પણ રહેશે હાજર
G7 શિખર સંમેલનમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બાઈડન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો સમાવેશ થાય છે.