ખનન માફિયાઓ દ્વારા નદીના પટમાં ખાડા કરી દેવતા સહેલાણીઓ અજાણતા તેમાં ડૂબી જવાના કિસ્સા વધી રહ્યા છે તો ન્હાવા જનાર ઉપર પ્રતિબંધ લદાયો તેવી રીતે ખનન માફિયા પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ તેવી પ્રજાની માંગ છે
ઉમરેઠ તાબે આવતા લાલપુરા તથા વહેરાખાડી થી પસાર થતી મહિસાગર નદી પર નાહવા માટે આવતા સહેલાણીયો માટે નો એન્ટ્રી કરવામા આવી.
હાલ અસહ્ય ઉનાળાની ગરમીની સિઝન ચાલી રહી હોય લોકો નદીએ નાહવા જવાનું વધુ પસંદ કરે છે તેમાંય મહીસાગર નદી ચરોતર વાસીઓ માટે નજીક પડતી હોય અહીં ઉનાળાની સિઝનમાં લોકમેળો જોવા મળે છે ગત સપ્તાહમાં મહીસાગર નદીમાં ડૂબીને મરી જવાના બે કિસ્સામાં ૬ લોકો એ જીવ ગુમાવ્યો હતો. જેને ધ્યાને લઈ પોલીસે લાલપુરા ખાતે પસાર થતી નદી જવાનના રસ્તા ઉપર જેસીબી દ્વારા ખોદકામ કરી અને રસ્તાને બંધ કરવામાં આવેલ. જેથી બહાર ગામોથી આવતા સહેલાણીઓ નદીએ જાય નહીં અને અકસ્માતનો ભોગ ન બને તેમ જ ચોરીનો ભોગ ન બને તે માટે પોલીસે નવો કીમિયો અપનાવ્યો.
મહીસાગર નદીના આરાઓ ઊંડા હોય અકસ્માત નો ભોગ ન બને તેમાટે ઉમરેઠ પોલીસ દ્વારા રસ્તાઓ ખોદાઈ નાખ્યા હતા.
આડસો ઉભી કરીહતી અને ખંભોળજ પોલીસે સુચિત બોર્ડ મરાવામા આવેલ.
ખંભોળજ અને ઉમરેઠ પોલીસે ગ઼ામ પંચાયતોને સુચિત બોર્ડ મુકવા અપીલ કરેલ. ઉમરેઠ પોલીસ તથા ખંભોળજ પોલીસ ની આ કામગીરી જોઈ ને લોકો એ બિરદાવી છે.