NEET ના પરિણામ જાહેર થયા પછી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગ્રેસ માર્કસ મેળવનારા 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અમે કાઉન્સેલિંગ બંધ નહીં કરીએ. તેના માટે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને 2 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હવે આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.
#BREAKING Centre tells Supreme Court that a decision has been taken to cancel the score-cards of 1563 NEET-UG 2024 candidates who were given grace marks. Centre adds that these 1563 students will be given an option to take a re-test.#NEETUG2024
— Live Law (@LiveLawIndia) June 13, 2024
ફરી પરીક્ષા કાં પછી ગ્રેસ માર્ક્સ ભૂલી જાય, એનટીએએ આપ્યો ઓપ્શન
એનટીએએ સુપ્રીમકોર્ટમાં સુનાવણી દરમિાયન ફક્ત 1563 વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા છે જેના પરિણામોમાં ગ્રેસ માર્ક્સ બાદ ગેરરીતિનો આરોપ લાગ્યો હતો. એનટીએએ કહ્યું કે આ ઉમેદવાર ગ્રેસ માર્ક્સ વિના નીટ યુજી કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે કાં પછી નીટ પરીક્ષામાં સામેલ થઇ શકે છે. એનટીએ ફક્ત 6 એક્ઝામ સેન્ટર પર હાજર 1563 વિદ્યાર્થીઓ માટે ફરી નીટની પરીક્ષા યોજી શકે છે.
સુપ્રીમકોર્ટમાં શું થયું?
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ NEET UG કેસની સુનાવણી કરી રહી છે. NTA તરફથી કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અરજીદારોએ કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી. ટૂંકમાં કોર્ટ 3 અરજીઓ પર વિચારણાં કરી રહી છે જેમાં અનિયમિતતાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 1500થી વધુ ઉમેદવારોને લોસ ઓફ ટાઈમના આધારે પરીક્ષામાં ગ્રેસ માર્કિંગ આપવાના સંબંધમાં શંકા વ્યક્ત કરવા NEET UG 2024 ના પરિણામને પડકારાયા છે.
કયો મુદ્દો ઊઠાવાયો હતો?
તેમાંની એક અરજી ફિઝિક્સ વાલાના સીઈઓ અલખ પાંડે દ્વારા દાખલ કરવામાં આવી હતી. દાખલ કરાયેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રેસ માર્ક્સ આપવાનો NTAનો નિર્ણય “મનસ્વી” હતો. પાંડેએ કથિત રીતે લગભગ 20,000 વિદ્યાર્થીઓ પાસેથી રજૂઆતો એકત્રિત કરી હતી, જે દર્શાવે છે કે ઓછામાં ઓછા 1,500 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કસ તરીકે 70-80 માર્કસ આપવામાં આવ્યા હતા.
મનસ્વી રીતે માર્ક અપાયાનો દાવો
NEET UG પરીક્ષા સંબંધિત બીજી અરજી SIO સભ્યો અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને ડૉ. શેખ રોશન મોહિદ્દીન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. દાખલ કરવામાં આવેલી આ પિટિશનમાં NEET-UG 2024નું પરિણામ પાછું ખેંચવાની અને પરીક્ષા નવેસરથી યોજવાની માંગ કરવામાં આવી હતી. અરજદારોએ ગ્રેસ માર્ક્સ આપવામાં મનસ્વીતાનો આક્ષેપ કર્યો છે.
વિવાદ કેમ થયો?
NEET ની પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારથી જ મોટો વિવાદ ભભૂકયો છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન NTAએ ગ્રેસ માર્ક્સ રદ કરવાની જાણકારી આપી છે. NEETના જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે તે માન્ય ગણાશે. આવા 1563 વિદ્યાર્થીઓ પાસે બે વિકલ્પ રહેશે, ફરીથી પરીક્ષા આપો અથવા તો ગ્રેસ માર્ક્સ વગરના માર્ક્સ સાથે આગળ વધો. 23મી જૂને ફરી પરીક્ષા લેવામાં આવશે અને 30મી જૂને પરિણામ મળશે.