રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ માટે કરોડો રૂપિયા આપવામાં આવે છે આ વર્ષે પણ ભાવનગરના વિકાસ માટે ૬૯ કરોડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે જેને અનુસંધાને નવા ટેમ્પલ બેલ , મીની જેટ મશીન , રોડ ક્લીનર જેવી સુવિધામાં વધારો થયો છે .
ભાવનગર ના વિકાસ અને સ્વછતા માટે મહાનરપાલિકા ની સ્વચ્છતા ટીમ માં નવા ટેમ્પલ બેલ , બે રોડ ક્લીનર અને મીની ડ્રેનેજ જેટ મશીન ઉમેરવામાં આવ્યા છે , આ સુવિધાઓ અગાઉ પણ ભાવનગર પાસે હતી પરંતુ શહેર નો વ્યાપ વધતા નવા એરિયા કોર્પોરેશનમાં ભળતા વધુ મશીનરી ની જરૂર દેખાતી હતી .
કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમૂબેન બાંભણિયા , ભાવનગરપૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા , સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, કમિશ્નર એન.વી. ઉપાધ્યાય સહિત અન્ય અધિકારીઓ, પાધિકારીઓની ઉપસ્થિતિ માં લીલી ઝંડી આપવામાં આવી હતી .