નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી (President Elections) થઈ રહી છે તેના ઠીક સમય પહેલા વ્હાઈટ હાઉસે જાહેરાત કરી છે કે સરકાર આગામી સમયમાં દસ્તાવેજો વગર રહેતા લોકોને અમેરિકામાં વસવાટ અને નાગરિકતા માટે અરજી કરવાની મંજૂરી આપશે. તેનાથી પાંચ લાખથી પણ વધુ લોકોને ફાયદો થઈ શકે છે. આ સ્કીમને પેરોલ ઇન પ્લેસ ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે.
પેરોલ ઇન પ્લેસ કાયદાકીય રીતે છે જેના હેઠળ દસ્તાવેજો વગર અમેરિકામાં રહેતા લોકો અને તેમના પરિવારને ડર વગર દેશમાં રહેવાની મંજૂરી મળશે. તેઓ સ્થાઈ નાગરિકતા માટે અરજી કરી શકે છે. દસ્તાવેજો વગર રહેતા લોકોને ગેરકાયદેસર માનવામાં આવે છે. અને અમેરિકા તો શું, કોઈપણ દેશ તેમને સ્વીકારી શકતો નથી. પ્રસ્તાવિત યોજના હેઠળ તે લોકોનો સમાવેશ કરાશે જેઓ કોઈપણ અમેરિકન નાગરિક સાથે લગ્ન બાદ ઓછામાં ઓછા દસ વર્ષથી અમેરિકામાં રહેતા હોય અથવા એવા બાળકો પણ તેના હકદાર થઈ શકે છે જેમના માતા-પિતાએ કોઈ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હોય. એક રીતે જોવામાં આવે તો તે માનવાધિકાર પેરોલ છે. આ યોજનાથી સાડા પાંચ લાખ લોકોને અમેરિકામાં રહેવાની અને કામ કરવાની મંજૂરી મળશે. આ ઉપરાંત તેઓ કાયદેસર થવા માટે ગ્રીન કાર્ડની મંજૂરી પણ લઈ શકે છે.
અમેરિકન નથી તેમના માટે યોજના મહત્વની
જેમના પતિ અથવા પત્ની અમેરિકન નથી તેમના માટે યોજના મહત્વની છે. દસ્તાવેજ ન હોવાને કારણે તેઓ લાંબા સમય સુધી અલગ અલગ રહેવા માટે મજબૂર થાય છે જેની એકંદરે અસર પ્રોડક્ટિવિટી પર થતી હોય છે. હવે આ નવો પ્રસ્તાવ અંતરને ઘટાડી શકે છે. જો બાયડનના પ્રસ્તાવને ચૂંટણી સ્ટંટ તરીકે જોવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ સત્તામાં આવશે તો દસ્તાવેજો વગર રહેતા લોકોને દેશ બહાર તગેડી મૂકશે. ઉલ્લેખનીય છે કે આશરે 1.2 લાખ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યાં છે.