Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

એ.આર.ટી.ઓ વ્યારા દ્રારા સ્કૂલ વાહનો માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ

એ.આર.ટી.ઓ વ્યારા દ્રારા સ્કૂલ વાહનો માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ

તાપી જિલ્લામાં સરકારની સૂચના અને ગાઇડલાઇ મુજબ શાળા શરૂ થાય બાદ બાળકોનું પરિવહન કરતા વાહનોને ધ્યાને લઈ આ. ટી. ઓ કચેરી-વ્યારા દ્વારા વ્યારા મથક સહીત આજુબાજુના વિસ્તારોમાં આવેલી શાળાઓ પાસે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં કરવામાં આવેલ આકસ્મિક ચેકીંગ દરમિયાન એ.આર.ટી.ઓ વ્યારા તાપી દ્રારા કુલ.૨૫ જેટલાં વાહનોના મેમો ઈસ્યુ કરવામાં આવ્યા હતા.તેમજ શાળાનાં બાળકોનું પરિવહન કરતા ડ્રાઈવરોને રોડ સેફ્ટી વિષયક સમજણ આપવામા આવી હતી.

ભવિષયમાં પણ આ પ્રકારની સ્પેશ્યલ સરપ્રાઈઝ ડ્રાઈવ યોજવામાં આવશે.જેથી વિદ્યાર્થીઓનું પરિવહન કરતા તમામ વાહન ચાલકોને માર્ગ સલામતિ માટેના નિયમોનું પાલન કરવા એ.આર.ટી.ઓ વ્યારાએ જણાવાયું છે.

 

 

 

 

રિપોર્ટે :- વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.