રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે અષાઢી બીજ 7 જુલાઈના રોજ છે. આ દિવસ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ઠેર – ઠેર નીકળતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં રથયાત્રાની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે.
ભવ્ય જળયાત્રાનું કરાયુ આયોજન
રથયાત્રાના 15 દિવસ પૂર્વ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં 22મી જૂને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથની જળયાત્રાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જળયાત્રા માટે ખાસ 108 કળશના રંગ રોગાન કરાયુ છે. તેમજ ધ્વજ પતાકા અને કાવડ તૈયાર કરવામાં આવ્યુ છે. 22મી જૂને એટલે કે જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 18 ગજરાજ અને 18થી વધારે ભજનમંડળીઓ જોડાશે. ભજન કીર્તનના નાદ સાથે જળયાત્રા યોજવામાં આવશે.