બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 2 દિવસ ભારતના પ્રવાસે આવ્યા છે, આ દરમિયાન તેમને પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી, મહત્વનું છે કે છેલ્લા બે અઠવાડિયામાં તેઓ બીજી વખત ભારતના મહેમાન બન્યા છે.
#WATCH | Delhi: Bangladesh Prime Minister Sheikh Hasina arrives at the forecourt of Rashtrapati Bhavan. Prime Minister Narendra Modi receives her. pic.twitter.com/clemO28zXw
— ANI (@ANI) June 22, 2024
નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે શેખ હસીનાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ભારત આવ્યા પછી સૌથી પહેલા તેમને વિદેશમંત્રી જયશંકર સાથે કેટલાંક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, આ મુલાકાત બાદ ભારતીય વિદેશમંત્રી જયશંકરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘શેખ હસીનાનો આ પ્રવાસ બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ખુબ જ મહત્વનો છે’.
આ બાદ બાંગ્લાદેશી PMએ દિલ્હીના હૈદરાબાદ ખાતે વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી જેમાં બંને નેતાઓએ સુરક્ષા વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, ટેક્નોલોજી અને નદીઓના પાણીના વિભાજન જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.
બાંગ્લાદેશી નાગરિકો માટે E-મેડિકલ વિઝા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશી PM શેખ હસીના સાથે સંયુક્ત રીતે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, ભારત આવનારા બાંગ્લાદેશી નાગરિકોને મેડિકલ સારવાર માટે E-મેડિકલ વિઝા બહુ જલ્દીથી શરૂ કરવામાં આવે છે, આ સાથે બંને દેશ વચ્ચે રંગપુરમાં નવા દૂતવાસ ખોલવાને લઇને બંને દેશની મંજૂરી મળી છે આનાથી બાંગ્લાદેશના નાગરિકોની સુવિધામાં વધારો થશે.
PM મોદી સાથેની બેઠક બાદ શેખ હસીનાની પ્રતિક્રિયા
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ PM મોદી સાથેની બેઠક બાદ કહ્યું કે, મેં સપ્ટેમ્બર 2023માં ભારતની યજમાનીમાં વિશેષ આમંત્રણ સાથે G20 સમિટમાં ભાગ લીધો હતો, આ વર્ષે જૂન મહિનામાં હું બીજી વખત ભારતના પ્રવાસે આવી છું. અને આજે PM મોદી સાથે બેઠક કરી, બેઠકમાં બંને પક્ષે વિશેષ મુદ્દાઓ પર ચર્ચા થઇ જેમાં રાજનીતિ, સુરક્ષા, વ્યાપાર, કનેક્ટિવિટી અને નદીઓના પાણીની વહેંચણી સહીત અનેક મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરી.