દેશભરમાં પ્રખ્યાત પાણીપુરીને લઇને કર્ણાટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેંપલ એકઠા કર્યા હતા જેમાંથી કેન્સર થાય તેવા કેમિકલ મળી આવ્યા છે. જ્યારે 22 ટકા સેંપલ ફૂડ સેફ્ટીના ધારાધોરણોમાં નિષ્ફળ નિવડયા છે.
પાણીપુરીમાં બનાવટી કલર અને કાર્સિનોજેનિક એજેન્ટ્સ
બજારમાં મળતી પાણીપુરીના કુલ 260 સેંપલ એકઠા કરવામાં આવ્યા હતા, જેમાં 41 સેમ્પલમાં બનાવટી કલર અને કાર્સિનોજેનિક એજેન્ટ્સ મળી આવ્યા હતા, જ્યારે 18 સેમ્પલ માનવ શરીરે માટે હાનિકારક નિકળ્યા હતા. ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસન કે.એ જણાવ્યું હતું કે, અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી, જે બાદ અમે સેમ્પલ એકઠા કાત્યા હતા. સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાં મળતી પાણીપુરીના આ સેમ્પલની બાદમાં લેબમાં તપાસ કરવામાં આવી હતી.