Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

શામળાજી મંદિર માં ભવ્ય રથયાત્રા યોજાઈ

શામળાજી મંદિર માં ભવ્ય રથયાત્રા યોજાઈ

સમગ્ર ભારત ભર માં અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથ અને ભાઈ બલરામ, બેન શુભદ્રા ની રથયાત્રા ઓ યોજાઈ રહી છે ત્યારે ભિલોડા તાલુકા ના શામળાજી ખાતે રથયાત્રા પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવણી ના ભાગ રૂપે ભગવાન ના નવીન બનાવેલ સુંદર અને કલાત્મક રથ માં ઠાકોરજી ને પૂજારી દ્વારા બિરાજમાન કરી રથ ને વાજતે ગાજતે મંદિર પરિસર મા ફેરવીને ભક્તો ને ભગવાન ના દર્શન કરાવ્યા. ભક્તોએ પર્વ ની ઉજવણી કરી ધન્યતા અનુભવી.

રથયાત્રા ની ઉજવણી માં મંદિર ના ટ્રસ્ટી ચેરમેન, મેનેજર કર્મચારી ગણ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો એ ભાગ લઇ આ રથયાત્રા સુંદર આયોજન કરેલ હતું.

 

 

 

રિપોર્ટર -ભિલોડા (હિતેન્દ્રસિંહ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.