Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો – ૨૦૨૫ મેળા કાર્યાલયનું ઉદ્ઘાટન

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો – ૨૦૨૫ મેળા કાર્યાલયનું ઉદ્ઘાટન

આજ રોજ અષાઢ સુદ બીજ રથયાત્રાના પવિત્ર દિવસે આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF) નૈતિક તથા સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પ (IMCTF) દ્વારા આગામી 23 થી 26 જાન્યુઆરી 2025 ના રોજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા કર્ણાવતી અમદાવાદમાં યોજાનાર છે તેના કાર્યાલયનું શુભ ઉદ્ધાટન ૫.પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, પ.પૂ સ્વામી શ્રી મુક્તાનંદજી બાપુના સચિવ શ્રી રાઠોડ સાહેબ, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી દિનેશભાઈ ગુપ્તા, શેઠ શ્રી ચીમનભાઈ અગ્રવાલના પ્રતિનિધિ શ્રી પ્રદીપભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું

આ શુભ અવસરે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF) ગુજરાતના અધ્યક્ષ શ્રી નારાયણભાઈ મેઘાણી, સંયોજક શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ, સચિવ શ્રી શૈલેષભાઇ પટેલ(પ્રાંત કાર્યવાહક, રા.સ્વ. સંઘ ગુજરાત), શ્રી ભાગ્યેશ જહા, શ્રી જયદીપભાઈ પટેલ સહીત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્થળ: 108, SKD Surya Icon, 132 ફીટ રોડ, AEC ચાર રસ્તા પાસે, ટોરેન્ટ પાવરની સામે, નારણપુરા, કર્ણાવતી.

આભાર સહ, શ્રી ઘનશ્યામ વ્યાસ (સચિવ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.