સુંદર દેખાવું કોને ન ગમે ? દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, પરંતુ ઘણી વખત આપણા ચહેરા પરના દાગ, ફોલ્લીઓ અને કાળા દાગ આ ઈચ્છાને બગાડે છે. આ સિઝનમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘણી જોવા મળે છે.
ડાર્ક સ્પોટ્સ અને ખીલથી રાહત મેળવવા આપણે શું ન કરીએ? બજારમાં ઉપલબ્ધ બ્યુટી પ્રોડક્ટ્સ આપણી ત્વચાને બહારથી રાહત આપી શકે છે, પરંતુ ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવા માટે આપણને સ્વસ્થ અને પોષણયુક્ત આહારની જરૂર છે.
જો તમે પણ તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માંગો છો અને તે પણ પૈસા ખર્ચ્યા વગર તો તમે આ ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.
એલોવેરા એક એવો છોડ છે જે ઘરમાં સરળતાથી મળી જાય છે, કારણ કે તેને ઘરમાં નાની જગ્યામાં એટલે કે કુંડામાં પણ વાવી શકાય છે. એલોવેરામાં વિટામિન A, B, C અને E મળી આવે છે, જે ત્વચા અને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ત્વચા પર એલોવેરા લગાવવાથી ચહેરા પરથી ડાર્ક સ્પોટ્સ અને ડાઘ-ધબ્બા દૂર થાય છે.