click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મુસ્લિમ મહિલાને પણ ભરણપોષણ, શાહબાનો કેસની યાદ તાજી થઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મુસ્લિમ મહિલાને પણ ભરણપોષણ, શાહબાનો કેસની યાદ તાજી થઈ
Gujarat

મુસ્લિમ મહિલાને પણ ભરણપોષણ, શાહબાનો કેસની યાદ તાજી થઈ

સીઆરપીસીની કલમ 125 અને મહિલાઓના મુદ્દે સુપ્રીમનો મહત્ત્વનો ચુકાદો મુસ્લિમ મહિલાને માત્ર 1986ના કાયદા હેઠળ જ ભરણપોષણ માગવાનો અધિકાર હોવાની પતિની દલીલને સુપ્રીમે ફગાવી મુસ્લિમ મહિલા તેને મળેલા કોઇ પણ અધિકારનો ઉપયોગ કરીને ભરણપોષણની માગણી કરી શકે : સુપ્રીમ 1986નો મુસ્લિમ મહિલાઓનો કાયદો સીઆરપીસીની સેક્યૂલર કલમ 125ની વચ્ચે નથી આવતો : સુપ્રીમ

Last updated: 2024/07/11 at 11:13 એ એમ (AM)
One India News Team
Share
5 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓના ભરણપોષણના અધિકારને લઇને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે કોઇ પણ મુસ્લિમ મહિલા છૂટાછેડા લીધા બાદ પોતાના પતિ પાસેથી ભરણપોષણ માગી શકે છે. મુસ્લિમ મહિલાઓને આ અધિકાર સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ આપવામાં આવ્યો છે. પતિએ ભરણપોષણ આપવાના તેલંગાણા હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે અને આ ચુકાદો આપવામાં આવ્યો છે.

Contents
મુસ્લિમ મહિલા (છૂટાછેડા પર મળતા અધિકારોના રક્ષણ) કાયદો 1986 સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠેલા સવાલો સીઆરપીસીની કલમ 125માં ભરણપોષણની જોગવાઇ

તેલંગાણાના મોહમ્મદ અબ્દુલ સમદ નામના એક વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થયા હતા, પતિ ઇદ્દતના સમય સુધી મહિને ૧૫ હજાર ભરણપોષણ આપવા તૈયાર થયો હતો, જોકે પત્નીએ સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણની માગ કરી હતી, જેનો ફેમેલી કોર્ટે પણ સ્વીકાર કર્યો હતો. બાદમાં પતિએ ફેમેલી કોર્ટના નિર્ણયને તેલંગાણા હાઇકોર્ટમાં પડકાર્યો હતો, હાઇકોર્ટમાં અબ્દુલે એવી દલીલ કરી હતી કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણની માગ કરતી અરજી કરવાનો અધિકાર નથી ધરાવતી. મહિલાએ મુસ્લિમ મહિલા (છૂટાછેડા સમયે મહિલાના અધિકારોનું રક્ષણ) કાયદો ૧૯૮૬ હેઠળ જ ચાલવુ પડે જેમાં ઇદ્દતના સમય સુધી જ ભરણપોષણ આપી શકાય.

એવામાં કોર્ટ સમક્ષ સવાલ એ હતો કે મુસ્લિમ મહિલાને ભરણપોષણ માટે ૧૯૮૬ના કાયદા હેઠળ અધિકાર મળવા જોઇએ કે સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ. બાદમાં હાઇકોર્ટે પતિની દલીલોને ફગાવી હતી અને પત્નીને મહિને ૧૦ હજાર રૂપિયા ભરણપોષણ આપવા પતિને આદેશ કર્યો હતો. જેની સામે બાદમાં પતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.  સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીઆરપીસીની કલમ ૧૨૫ અને મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે ૧૯૮૬માં તત્કાલીન રાજીવ ગાંધીની સરકાર દ્વારા ઘડાયેલા કાયદા પર દલીલો થઇ હતી. દલીલો બાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીવી નાગરત્ના અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ માસિહની બેંચ દ્વારા ચુકાદો અપાયો હતો. બન્ને ન્યાયાધીશોના પ્રતિભાવ અલગ હતા પણ સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ મુદ્દે બન્નેએ સહમતિથી ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સીઆરપીસીની કલમ માત્ર પરણિત મહિલાઓ જ નહીં પરંતુ તમામ મહિલાઓને લાગુ થાય છે. તેથી જો કોઇ મુસ્લિમ મહિલાએ છૂટાછેડા લઇ લીધા હોય તો પણ તે કલમ ૧૨૫  હેઠળ ભરણપોષણ માગી શકે છે. અને આ સ્થિતિમાં મુસ્લિમ મહિલાઓ માટે ૧૯૮૬માં અમલમાં આવેલો ધાર્મિક કાયદો સીઆરપીસીની સેક્યુલર કલમ ૧૨૫ની જોગવાઇની વચ્ચે નથી આવતો. મુસ્લિમ મહિલા આ બન્નેમાંથી જે પણ કાયદા હેઠળ ઇચ્છે તે કાયદા મુજબ ભરણપોષણની માગણી કરી શકે છે.

મુસ્લિમ મહિલા (છૂટાછેડા પર મળતા અધિકારોના રક્ષણ) કાયદો 1986 

૧૯૮૫માં સુપ્રીમ કોર્ટે શાહબાનો કેસમાં કહ્યું હતું કે કલમ ૧૨૫ ધર્મનિર્પેક્ષ છે, અને છૂટાછેડા લીધેલી મુસ્લિમ પત્ની પણ ભરણપોષણ માગી શકે, આ ચુકાદા બાદ મુસ્લિમ સમાજમાં રોષ વધ્યો અને ચુકાદાનો વિરોધ થયો, જે બાદ ૧૯૮૬માં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે મુસ્લિમ મહિલા (છૂટાછેડા પર મળતા અધિકારોના રક્ષણ) માટે કાયદો ઘડયો, જેમાં ભરણપોષણની પણ જોગવાઇ કરવામાં આવી. જે મુજબ મુસ્લિમ મહિલાને છૂટાછેડા બાદ ઇદ્દતના (૯૦ દિવસ) સમય સુધી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે સાથે મેહર પણ આપવાની રહેશે. જે બાદ પણ મુસ્લિમ મહિલા પોતાની કાળજી રાખવા સક્ષણ ના હોય તો મેજિસ્ટ્રેટ પતિ, પરિવારજનો કે વકફ બોર્ડને ભરણપોષણ માટે આદેશ આપી શકે છે.

સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉઠેલા સવાલો 

અરજદાર પતિએ સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે મુસ્લિમ મહિલાએ છૂટાછેડા લઇ લીધા હોવા છતા તે માત્ર ૧૯૮૬માં મુસ્લિમ મહિલાઓ માટે બનાવાયેલા કાયદા હેઠળ જ ભરણપોષણ માગી શકે, તેને સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણ માગવાનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે મુસ્લિમ મહિલા આ બન્ને કાયદામાંથી ઇચ્છે તે કાયદાનો ઉપયોગ કરીને ભરણપોષણ માગી શકે છે. તેથી એ સવાલ જ નથી ઉભો થતો કે મુસ્લિમ મહિલા માત્ર ૧૯૮૬માં બનેલા કાયદા હેઠળ જ ભરણપોષણ માગવાને પાત્ર છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પતિની અપીલને ફગાવી દીધી હતી.

સીઆરપીસીની કલમ 125માં ભરણપોષણની જોગવાઇ

સીઆરપીસીની કલમ ૧૨૫ એવા લોકોના અધિકારોનું રક્ષણ કરે છે જેઓ નિરાધાર હોય છે. જેમ કે બાળકો, માતા પિતા, પત્ની વગેરે. કલમ ૧૨૫માં પત્નીઓ માટે જણાવવામાં આવ્યું છે કે જો પત્નીને ઘરમાંથી કાઢી મુકી હોય કે છૂટાછેડા લઇ લીધા હોય પણ પત્નીએ બીજા લગ્ન ના કર્યા હોય અને પોતાનું ગુજરાત ચલાવી શકે તેમ ના હોય તો તેવી સ્થિતિમાં આ કલમ હેઠળ જેનાથી છૂટાછેડા લીધા હોય તેની પાસેથી ભરણપોષણની માગણી કરી શકે છે. આ કેસમાં પણ મુસ્લિમ મહિલાએ આ કાયદાની આ જોગવાઇનો ઉપયોગ કરીને છૂટાછેડા બાદ પણ ભરણપોષણની માગ કરી હતી જેને ફેમેલી કોર્ટ, હાઇકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી છે.

You Might Also Like

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

TAGGED: Mohammad Abdul of Telangana, Muslim woman, Section 125 of Cr.P.C, Suprem court

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 11, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મોદી 41 વર્ષમાં ઓસ્ટ્રિયાની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન, કહ્યું- શાંતિ માટે અમે પ્રયત્નશીલ
Next Article મોદીની ઓસ્ટ્રિયા મુલાકાતથી ભારતને શું ફાયદો થશે?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન
Gujarat જુલાઇ 6, 2026
દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
Gujarat જુલાઇ 6, 2026
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?