છેલ્લા વર્ષની તુલનાએ રાજ્યમાં હ્રદયને લગતી બીમારીમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 20 ટકા હ્રદયરોગના દર્દીઓ વધ્યા છે.
રાજ્યમાં વર્ષ 2023ના પ્રથમ 6 મહિના એટલે કે જાન્યુઆરીથી જૂન કરતા 2024માં જાન્યુઆરીથી જૂનમાં હ્રદયને લગતા ઈમરજન્સી કેસમાં વધારો થયો છે.
હ્રદય રોગના લક્ષણોની જો વાત કરીએ તો છાતી ભારે લાગવી, પરસેવો વળવો, એકાએક ધબકારા વધી જવા શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા આંખે અંધારા આવી જવા, અશક્તિ લાગવી, હાથ એકદમ ભારે થઈ જવા, જડબામાં દુ:ખાવો થવા લાગવો, પીઠદર્દ થવુ સહિતના હોય છે.
હ્રદય રોગ આવવાના મુખ્ય કારણોની જો વાત કરીએ તો વ્યક્તિનું ખાનપાન તેની જીવન શૈલી મુખ્ય પરિબળ છે. વધુ પડતો શ્રમ પણ હાર્ટ એટેકને નોતરે છે.
પૂરતી ઊંઘ લો, હળવી કસરત કરો, રોજ થોડુ ચાલવાનુ રાખો, યોગ્ય પૌષ્ટિક આહાર લો, તણાવમુક્ત રહો, આહારમાં રેસાયુક્ત, લીલા શાકભાજીનું પ્રમાણ વધારો અને પૂરતો આરામ લેશો તો હ્રદય રોગથી બચી શકાય છે. નિયમિત કાર્ડિયો કરાવતા રહેવુ પણ એટલુ જ જરૂરી છે.