આજથી ભાજપના (BJP) મિશન 2024નો પ્રારંભ થયો છે. અમદાવાદના (Ahmedabad) ટાગોર હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. જેમાં ભાજપે ‘9 સાલ. બેમિસાલ’ના સૂત્ર સાથે લોકો સુધી પહોંચાનો સંકલ્પ લીધો છે. બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મહામંત્રી વિનોદ તાવડે માર્ગદર્શન આપ્યું હતુ.
બેઠકમાં હાજર રહેલા કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોષે કહ્યું કે- તેઓ મંત્રી રહેશે કે નહીં અને ચૂંટણીમાં ટિકિટ મળશે કે નહીં તે પાર્ટી નક્કી કરશે. તેમણે કહ્યું કે- ભાજપ દર વર્ષની જેમ પોતાના કામનું રિપોર્ટ કાર્ડ લઈને જનતા વચ્ચે જશે. કેન્દ્ર સરકારનું વિસ્તરણ એ સહજ પ્રક્રિયા છે. વિસ્તરણથી ચૂંટણી ઉપર કોઈ અસર નહીં થાય.
આજથી ભાજપના મિશન 2024નો પ્રારંભ થયો છે. 30મે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.જે અંતર્ગત ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે. જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. ઉપરાંત વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું આયોજન કરાશે.