પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં ચાર બેઠકો પર હાર્યા પછી બંગાળ ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સતત મમતા બેનરજી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. હવે તેમણે કહ્યું છે કે, ‘ભાજપના લોકો કહે છે કે ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ પરંતુ હવે આપણે એવું નહીં કહીએ. હવે આપણે કહીશું કે ‘જો હમારે સાથ, હમ ઉન કે સાથ’ હવે સબ કા વિકાસ કહેવાનું બંધ કરો અને લઘુમતી મોરચાની પણ જરૂર નથી. અમે બંધારણ બચાવીશું પણ તેના માટે આ બધું જરૂરી નથી.’ શુભેન્દુ અધિકારીએ એક કાર્યક્રમમાં જય શ્રી રામના નારા લગાવીને આ વાત કરી હતી.
#WATCH कोलकाता: पश्चिम बंगाल विधानसभा में नेता प्रतिपक्ष और भाजपा नेता सुवेंदु अधिकारी ने कहा, "… मैंने राष्ट्रवादी मुसलमानों के बारे में बात की थी और आप सभी ने भी कहा था कि 'सबका साथ, सबका विकास' लेकिन मैं इसे अब और नहीं कहूंगा, बल्कि अब हम कहेंगे 'जो हमारे साथ हम उनके साथ',… pic.twitter.com/2x4XiO6Clv
— ANI_HindiNews (@AHindinews) July 17, 2024
લઘુમતી મોરચાને બંધ કરવાની વાત પણ કરી
હાલમાં જ બંગાળની પેટા ચૂંટણીમાં હાર પછી શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે, મમતા બેનરજી સરકારે બે લાખ હિંદુઓનો મત આપવા દીધો નહીં હોવાથી અમે હાર્યા છીએ. આ અંગે તેમણે એક્સ પર જૂની અને વર્તમાન ચૂંટણીના આંકડા પણ શેર કર્યા હતા. પેટા ચૂંટણીમાં હાર પછી તેમણે ફરી હિંદુ-મુસ્લિમ મુદ્દો છેડીને રાજકીય ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે સબ કા સાથ, સબ કા વિકાસ સૂત્ર તો સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ જ આપ્યું હતું.
પેટાચૂંટણીમાં હારનું કારણ આપ્યું
હાલમાં જ પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ક્લિન સ્વિપ કર્યું હતું. આ અંગે તેમણે એક્સ (X) પર રાયગંજ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરજ પર મૂકેલા સરકારી કર્મચારીઓની યાદી પણ શેર કરીને દાવો કર્યો હતો કે ‘મમતા સરકારે મોટા પાયે મુસ્લિમોને જ ચૂંટણી ફરજ સોંપી હતી. તેમણે બે લાખ હિંદુઓને મત આપતા રોક્યા છે. લોકસભા ચૂંટણીમાં પણ મમતા સરકારે 50 લાખ હિંદુઓને મત આપવા દીધો ન હતો.’ આ ઉપરાંત ભાજપ નેતાએ પોતાના ભાષણમાં સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ બંગાળમાં હિન્દુ મતોના ધ્રુવીકરણ તરફ કામ કરશે. બંગાળ ભાજપનું માનવું છે કે મુસ્લિમ મતદારોએ એકજૂથ થઈને લોકસભા ચૂંટણીમાં તૃણમૂલને આપ્યો હતો. જ્યારે હિન્દુ મતદારો અલગ-અલગ પક્ષોમાં વહેંચાઈ ગયા હતા.