મોદી સરકાર આજે એટલે કે 18 જુલાઈ 2024ના રોજ સામાન્ય લોકો સાથે જોડાયેલા કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. PM મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક થશે. આ બેઠકમાં કેબિનેટ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, બેઠક સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેઠકમાં કેન્દ્રીય બજેટ 2024 પર પણ ચર્ચા કરવામાં આવશે. આ માટે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ખાસ તૈયારીઓ કરી છે. તેઓ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને પણ મળશે. આ બેઠક બાદ વડાપ્રધાન સાંજે 6 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પણ જઈ શકે છે.
PM મોદી બજેટ સિવાય અન્ય ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. આ એપિસોડમાં તે મણિપુર હિંસા, વધતા રેલ્વે અકસ્માતો, NEET-UG વિવાદ, અગ્નિવીર અને વધી રહેલા આતંકવાદી હુમલાઓ વિશે પણ ચર્ચા કરશે.
સરકારે 21 જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી
તમને જણાવી દઈએ કે, સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થશે. 23 જુલાઈના રોજ આ જ સત્રમાં બજેટ પણ રજૂ કરવામાં આવશે. ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્રને કોઈપણ હંગામા વિના ચલાવવા માટે સરકારે 21 જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે.