માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઇ છે. જેના કારણે દુનિયાભરમાં એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેંકિંગ અને ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. હવે આ અંગે ભારત સરકાર તરફથી નિવેદન આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘MEITY વૈશ્વિક આઉટેજ અંગે માઇક્રોસોફ્ટ અને તેના સહયોગિઓ સાથે સંપર્કમાં છે. આ આઉટેજનું કારણ જાણવામાં આવ્યું છે અને સમસ્યાના ઉકેલ માટે અપડેટ્સ જાહેર કરવામાં આવ્યા છે. CERT ટેક્નિકલ એડવાઈઝરી જાહેર કરી રહ્યું છે. NIC નેટવર્ક અસરગ્રસ્ત નથી
इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री अश्विनी वैष्णव ने ट्वीट किया, "MEITY वैश्विक आउटेज के संबंध में माइक्रोसॉफ्ट और उसके सहयोगियों के संपर्क में है। इस आउटेज का कारण पहचान लिया गया है और समस्या को हल करने के लिए अपडेट जारी कर दिए गए हैं। CERT एक तकनीकी सलाह जारी कर रहा… pic.twitter.com/WdlCQkJuyz
— ANI_HindiNews (@AHindinews) July 19, 2024
ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરે આ વાત કહી
માઈક્રોસોફ્ટ આઉટેજ પર, બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું, “માઈક્રોસોફ્ટ 365 અને માઈક્રોસોફ્ટ સ્યુટ્સ લાખો ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવાય છે. આ પ્લેટફોર્મ પર કોઈપણ આઉટેજ ઘણી કંપનીઓના વ્યવસાય અને કામગીરીને અવરોધે છે. મને આશા છે કે માઈક્રોસોફ્ટ ટૂંક સમયમાં તેની સેવાઓ પુનઃસ્થાપિત કરશે.” સેવાઓ શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત થાય તેની ખાતરી કરવા માટે ભારત સરકાર Microsoft સાથે કામ કરશે.
માઇક્રોસોફ્ટે નિવેદન જાહેર કર્યું છે
માઈક્રોસોફ્ટ વિન્ડોઝ યુઝર્સ ઓપરેટિંગ સિસ્ટમમાં ખામીને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સ બ્લુ સ્ક્રીન ઓફ ડેથ એરર અનુભવી રહ્યા છે. આ અંગે માઈક્રોસોફ્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ક્રાઉડસ્ટ્રાઈક અપડેટને કારણે આ સમસ્યા ઉભી થઈ છે.