આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં ભગવાન વગા સામે નગરપાલિકા હસ્તકની એક જમીન આવેલ છે. આ જમીનને કહેવામાં તો બગીચો આવે છે પણ છેલ્લા પાંચથી છ વર્ષોથી આ જગ્યામાં આજુબાજુનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ગામમાં કોઈપણ પશુનું મૃત્યુ થાય તો તેનું શરીર અહીં નાખી જવાય છે અને કુતરાઓ તેના શરીરના ચીથરા ઉડાવે છે. આજુબાજુની ખાણીપીણીની લારીઓ વાળા રાત પડ્યે આ જગ્યામાં ખરાબ કચરો રોજ ઠાલવી જતાં હોય છે. વર્ષોથી ગંદકીથી ખદબદતી આ જગ્યામાં એટલી બધી દુર્ગંધ આવે છે અને એટલા બધા જીવજંતુ થાય છે કે કાછીયાવાડ, કાછીયા પોળ, ભગવાન વગાના રહીશોનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. લોકો પોતાના મકાનની બારીઓ સુદ્ધાં નથી ખોલી શકતા અને સગર્ભા સ્ત્રીઓએ તો રહેવાની જગ્યા બદલવી પડી રહી છે. ઉપરાંત આ જગ્યામાં થી મોટા મોટા કોર ઉંદર આજુબાજુના મકાનોમાં પેસી જાય છે અને મકાનની દીવાલો કોતરીને ખોખલી કરી દે છે. રહીશોએ વારંવાર ઉમરેઠ નગરપાલિકામાં આ અંગે રજુવાતો કરી છે પણ આજ સુધી આનો કોઈ નિકાલ નથી આવ્યો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ જો આ વખતે આ જગ્યાની સાફસફાઈ નહી થાય અને ત્યાંથી કચરો નાખવાના ડબ્બા નહી લેવાય તો બધા બેગામ નગરપાલિકા સાને ઉપવાસ પર બેસસે.