25માં કારગિલ વિજય દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કારગિલ યુદ્ધ સ્મારક પર બહાદુર બલિદાનિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જે બાદ પીએમ મોદીએ વોર મેમોરિયલ પહોંચીને જવાનોને સંબોધિત કર્યાં. પીએમ મોદીએ વર્ષ 1999માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર બહાદુર જવાનોને યાદ કરતાં પાકિસ્તાન પર ખૂબ આકરા પ્રહાર કર્યાં.
પીએમ મોદીએ કહ્યું, ‘પાકિસ્તાને ભૂતકાળમાં જેટલા પણ દુષ્પ્રયત્ન કર્યાં તેને હંમેશા જડબાતોડ જવાબ મળ્યો છે, પરંતુ પાકિસ્તાને પોતાના ઈતિહાસથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદ અને પ્રોક્સી વોરના સહારે પોતાને પ્રાસંગિક બનાવવાના પ્રયત્ન કરી રહ્યું છે.’
#WATCH | Ladakh: PM Narendra Modi says, "Pakistan has failed in all its nefarious attempts in the past. But Pakistan has not learned anything from its history. It is trying to keep itself relevant with the help of terrorism and proxy war. Today I am speaking from a place where… pic.twitter.com/HQbzjcVKVq
— ANI (@ANI) July 26, 2024
પાકિસ્તાનના નાપાક ઈરાદા ક્યારેય સફળ થશે નહીં
PM મોદીએ વધુમાં જણાવ્યું કે આજે હું એવા સ્થળેથી બોલી રહ્યો છું જ્યાં આતંકના આકા મારો અવાજ સીધો સાંભળી શકે છે, હું આતંકવાદના આ સંરક્ષકોને જણાવવા માગુ છું કે તેમના નાપાક ઈરાદા ક્યારેય સફળ થશે નહીં. અમારા જવાન પૂર્ણ તાકાતથી આતંકવાદને કચડી નાખશે અને દુશ્મનને જડબાતોડ જવાબ આપશે.’