Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

મનુ ભાકરે ઈતિહાસ રચ્યો, પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા

મનુ ભાકરે ઈતિહાસ રચ્યો, પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા

ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે ઓહ યે જીન અને લી વોન્હોને હરાવીને 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંનેએ આ મેચ 16-10થી જીતી હતી.મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ભારતને વધુ એક મેડલ જીતાડ્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની ગઈ છે. મનુ ભાકરે તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને ભારત માટે બીજો મેડલ જીત્યો. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મનુ અને સરબજોતે કોરિયન જોડીને 16-10થી પરાજય આપ્યો હતો.

એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી મનુ પ્રથમ ભારતીય છે

આ પહેલા મનુ ભાકરે 28 જુલાઈએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલની સિંગલ્સ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું હતું. પેરિસમાં પ્રથમ બ્રોન્ઝ જીતીને મનુએ મેડલ ટેલીમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું. અને હવે, પેરિસમાં તેની પ્રથમ સફળતાના 48 કલાક પછી, મનુ ભાકરે વધુ એક બ્રોન્ઝ જીતીને ઇતિહાસ રચ્યો છે.

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલનું ખાતું ખોલ્યું

મનુ ભાકર પેરિસમાં તેની બીજી ઓલિમ્પિક રમી રહી છે. અગાઉ, જ્યારે તેણે ટોક્યોમાં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેને ત્યાંથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. ટોક્યોમાં મનુ ભાકરની નિષ્ફળતાનું કારણ તેની નબળી રમત નહીં પરંતુ પિસ્તોલમાં ટેકનિકલ ખામી હતી. ટોક્યોમાં નિષ્ફળતા બાદ મનુને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, સારી વાત એ છે કે મનુ ભાકર પેરિસથી ખાલી હાથ પાછા આવી રહી નથી. પોતાની સાથે તેણે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલનું ખાતું પણ ખોલ્યું છે.

ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંન્નેને શુભકામના પાઠવી છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.