Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

ખેડા જિલ્લા પોલીસનું ગૌરવ

ખેડા જિલ્લા પોલીસનું ગૌરવ

ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા જિલ્લામાં ક્રાઈમ રેસ્યો ઘટાડવા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ક્રાઈમ ડિટેક્શનની કામગીરીથી અનેક કેસો પણ ઉકેલવામાં આવી રહ્યા છે. પોલીસના ટેકનીકલ અને હ્યુમન સોર્સ પણ એટલા જ મજબૂત હોવાથી સમગ્ર જિલ્લામાં ક્રાઈમ અંકુશમાં આવ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટરને રાજ્યના પાટનગર ખાતે આવેલ પોલીસ એકેડમીમાં DGPના હસ્તે સન્માનિત કરાયા હતા.

ખેડા જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર અશોકકુમાર જગદંબાપ્રસાદ તિવારી કે જેમણે વર્ષ 2023ની અંદર સમગ્ર જિલ્લામાં પોતાની ફરજમાં પારદર્શકતા રાખી પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરી હતી. જે સેવાઓ બદલ ‘DGP’s Commendation Disc-2023 માટે પ્રમાણપત્ર અને ડી.જી.પી. ડિસ્ક એનાયત કરાયુ હતું. રાજ્ય પોલીસ વિભાગના DGP વિકાશ શાહના હસ્તે આ પ્રમાણપત્ર અને ડી.જી.પી. ડિસ્ક એનાયત કરાયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલ કરાઈ પોલીસ એકેડમીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ ગૌરવની ક્ષણ હોવાથી સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ગૌરવની લાગણી પ્રસરી છે. આ સાથે સાથે પ્રમાણપત્ર અને ડી.જી.પી. ડિસ્ક મેળવનાર વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર અશોકકુમાર જગદંબાપ્રસાદ તિવારીને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સહિત ડીવાયએસપી વી.આર.બજપાઈ તેમજ સમગ્ર જિલ્લા પોલીસ વિભાગનુ નામ રોશન કર્યું છે.

 

 

રિપોર્ટર- કામાંક્ષી પ્રચેત મેહતા(નડિયાદ )

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.