Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 20°C

જિલ્લા કલેકટરશ્રીએ સ્વાતંત્ર દિન ઉજવણી કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી

જિલ્લા કલેકટરશ્રીએ સ્વાતંત્ર દિન ઉજવણી કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી

ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ, સ્વાતંત્ર દિન ઉજવણીના રાજ્ય કક્ષાના કાર્યક્રમના આયોજન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા કાર્યક્રમના વિવિધ સ્થળોની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા.

જિલ્લા કલેક્ટરશ્રીએ એસપી ગ્રાઉન્ડ, હેલિપેડ ગ્રાઉન્ડ અને યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર ખાતે મુલાકાત લઈ કાર્યક્રમ માટે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમોના સંદર્ભમાં સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, એન્ટ્રી ગેટ, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે સંદર્ભે થયેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન જિલ્લા કલેકટરશ્રી દ્વારા આપવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા, પોલીસ અધિક્ષક(એસઆરપીએફ)શ્રી અતુલ બંસલ, આસિસ્ટન્ટ કલેકટર શ્રી અંચૂ વિલસન, અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોશી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

 

રિપોર્ટર- કામાંક્ષી પ્રચેત મેહતા(નડિયાદ )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.