તાલુકા મથક ઉમરેઠમાં શ્રી મેલડી માતાજીના મંદિથી શ્રી ગોપાલ લાલજી મંદિર થામણા ચોકડી સુધી વરસાદી પાણીના નિકાલ માટેની અંડર ગ્રાઉન્ડ આરસીસી પાઇપ કાંસનું કામ હજુ અઠવાડિયા પહેલા જ પૂરું થયું છે અને તેમાં વચ્ચે વચ્ચે મુકેલા ઢાકણા તૂટી ગયા. એકદમ નવા કરાયેલ પાઇપ કાંસ અને તેની ઉપર કરેલા આરસીસી રોડ કામમાં આવું થવું એ સ્પષ્ટ રીતે ભ્રસ્ટાચાર અને કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરેલ છે તે તરફ ઈશારા કરી જાય છે. શું જે તે એજન્સી દ્વારા આનું કામ થતું હશે ત્યારે ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કે ઉમરેઠ નગરપાલિકાના એન્જીનીયર દેખરેખ નહી રાખતા હોય ? કે પછી જાણીજોઈને દેખરેખ નથી રખાઈ અને આંખ આડા કાન કરવામાં આવ્યા છે ? જો એક જ અઠવાડિયામાં લાખો રૂપિયાના ખર્ચે નવી બનેલ કાંસની જો આ હાલત છે તો આ કાંસનું આયુષ્ય કેટલું ? ભ્રસ્ટાચારનાં કારણે પ્રજાના ટેક્સના પૈસામાંથી બનાવેલ આ કાંસનાં ગેરવહીવટનાં જવાબદાર કોણ અને તેમની સામે ખાતાકીય પગલાં ક્યારે લેવાશે ?