ઉમરેઠમાં ૧૦૦ થી વધુ વ્યક્તિઓ ઝાડા ઉલ્ટીની તકલીફથી પીડાતા સરકારી આરોગ્ય કેન્દ્ર દર્દીઓથી ઉભરાયું. ઉમરેઠ નગરનાં વિવિધ વિસ્તારોમાંથી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતા સર્જાઈ આરોગ્યલક્ષી મુશ્કેલી અને તંત્ર દ્વારા ૮ જેટલા પંચર શોધી તેને રીપેરીંગ કરાયા. આરોગ્યની ૩૦ જેટલી સર્વેલન્સ ટીમો દ્વારા કરાઈ રહ્યું છે યુદ્ધના ધોરણે સર્વે. આવેલ સર્વેલન્સ ટીમો દ્વારા નગરજનોને સાવચેતી અંગેનાં સૂચનો પણ અપાયા. આરોગ્ય વિભાગ દ્વારા નગર પાલિકાને ક્લોરિનેશન કરવા તથા શહેરનાં રસ્તાઓ પર ડી.ડી.ટી. પાવડરનો છંટકાવ કરાવવા સૂચનો અપાયા.