દિલ્હી પોલીસ (Delhi Police)ની સ્પેશિયલ સેલને એક મોટી સફળતા હાથ લાગી. રાજધાનીમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ વચ્ચે ખૂંખાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) ના મોડ્યુલનો ભાંડાફોડ કરી એક મોસ્ટ વૉન્ટેડ આતંકીની ધરપકડ કરી લેવામાં આવી હતી. માહિતી મુજબ આતંકી પાસેથી એક હથિયાર પણ કબજે લેવાયું હતું. આતંકીની ઓળખ રિઝવાન તરીકે થઇ હતી.
ISIS terrorist Rizwan Ali arrested in Delhi ahead of Independence Day
Read @ANI Story | https://t.co/xKeeDWF1d6 #NIA #ISIS #terrorist #IndependenceDay2024 pic.twitter.com/rwtfTXXgnW
— ANI Digital (@ani_digital) August 9, 2024
ક્યાંનો રહેવાશી હતો?
ધરપકડ કરાયેલો આતંકી રિઝવાન અલી દિલ્હીના દરિયાગંજનો રહેવાશી હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત દેશની તમામ એજન્સીઓ ઘણા સમયથી તેને શોધી રહી હતી. એનઆઈએની મોસ્ટ વૉન્ટેડ લિસ્ટમાં સામેલ આ આતંકી પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.
તપાસ એજન્સીઓએ કરી પૂછપરછ શરુ
ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ પહેલા રિઝવાનની ધરપકડથી દિલ્હી પોલીસ અને એનઆઈએ જેવી તપાસ એજન્સીઓએ રાહતના શ્વાસ લીધા હશે. હવે આ એજન્સીઓ તેનો પ્લાન જાણવા માટે તેની પૂછપરછ કરી રહી છે. જેથી કોઈ અણગમતી ઘટના બનતી અટકાવી શકાય.