ભારત અને વિશ્વના લોકપ્રિય માનનીય નરેન્દ્ર મોદીજી દ્વારા આઝાદીના સો વર્ષ પુરા થવા જય રહ્યા છે તેવાં અમૃત કાળ પર ઘરે ઘરે તિરંગાનું સન્માન વધારવા ઘર ઘર તિરંગા અભિયાન શરુ કરાયું છે. આ અંતર્ગત ઉમરેઠમાં મામલતદાર શ્રી ની દેખરેખમાં નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, ઉમરેઠ પી એસ આઈ પાવરા સાહેબ, નગરપાલિકા સ્ટાફ અને મોટી સંખ્યાના નગર જનો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સંપન્ન થઇ. આ તિરંગા યાત્રામાં ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલય, નગરપાલિકા સ્કૂલ, એચ એમ દવે હાઈસ્કૂલ, જ્યુબીલી સ્કૂલ, આગમ સ્કૂલ, સેંટ ઝેવીઅર્સ સ્કૂલનાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાથમાં તિરંગા સાથે જોડાયા હતાં. ડીજે પર વાગતા રાષ્ટ્ર્રભક્તિનાં ગીતો અને બાળકોના મોઢેથી નીકળતા ‘વંદે માતરમ’ નાં નાદથી ઉમરેઠ રાષ્ટ્રભક્તિ મય બની ચૂક્યું હતું.