૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રંગાયુ ભાવનગર, ભાવનગરની ડી.એસ.પી.ઓફિસ , મહાનગરપાલિકા , ભાજપ શેહર કાર્યાલય તેમજ દરેક શાળા અને સંસ્થા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી જોમ અને જુસ્સા સાથે કરવામાં આવી હતી .
સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ડી.એસ.પી.ઓફિસે રેન્જ આઇ.જી ગૌતમ પરમાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું તો , ભાવનગર મહાનગરપાલિકામાં મેયર ભરતભાઈ બારડ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું , ભાજપ શહેર કાર્યાલયે શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે શહેર પ્રમુખે માઁ ભરતીના ચરણોમાં વંદન કરી દેશની આઝાદી માટે શહીદો ના બલિદાન યાદ કરાવ્યા હતા , સાથે સાથે અખંડ ભારતની કલ્પના ને સાકાર કરનાર અને દેશ ને પ્રથમ રજવાડુ આપનાર ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને યાદ કર્યા હતા તેમજ ભાજપના પ્રણેતા એવા શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ને યાદ કરી કહ્યું કે છેલ્લા એક દસકામાં ભાજપે ઘણી બધી સિદ્ધિઓ હાસલ કરી છે પરંતુ પાંચમા સ્થાને થી વિશ્વની ત્રીજા નંબર ની ઈકોનમી સુધી પહોંચવાનું છે .
કાર્યક્રમના અંતમાં નરેશ મકવાણાએ કવિતાની બે લાઈનથી સંદેશો આપ્યો કે આપણે ને ” જે મળ્યુ છે તેનાથી અંજાય નથી જવાનું પરંતુ આપને જે વારસો ગુમાવ્યો છે તેનું ધ્યાન રાખવાનું છે.”
આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા