અંજીરની ગણતરી ડ્રાયફ્રુટ્સમાં થાય છે. આ સૌથી હેલ્થી અને સ્વાદિષ્ટ ફળ છે. ડાયટિશિયનોનું કહે છે કે તેને ખાવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. અંજીર ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આવો અમે તમને જણાવીએ કે અંજીર ખાવાથી કઈ સમસ્યાઓ દૂર થઈ શકે છે.
અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આનાથી ડાઇજેશન પણ બરાબર રહે છે. નિયમિત અંજીર ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે.
વજન ઓછું કરવું હોય તો તમારા રોજિંદા આહારમાં અંજીરનો સમાવેશ કરો. તેમાં ઓછી કેલરી હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. આ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ પણ વધે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે અંજીર ખાવું ખૂબ જ ફાયદાકારક છે. તેને પલાળીને ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં હાજર ફાઇબર અચાનક બ્લડ સ્પાઇકને રોકવામાં મદદ કરે છે. ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.
હેલ્થ એક્સપર્ટના મતે તમારે અંજીરનો પૂરો ફાયદો ઉઠાવવો હોય તો તેને પલાળીને ખાઓ. તેને આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. તેનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે.