દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને યુપી પોલીસ સાથે મળીને પાકિસ્તાની આતંકવાદી સંગઠન અલ કાયદાના 14 આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ અલકાયદા પ્રેરિત મોડ્યુલના સભ્યો છે.
આ મોડ્યુલનું નેતૃત્વ રાંચીના ડો. ઈશ્તિયાક કરી રહ્યો હતો. તે ખિલાફતની ઘોષણા કરીને દેશની અંદર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે એક સંગઠન સ્થાપવા માંગતો હતો. આ મોડ્યુલના સભ્યોને વિવિધ સ્થળોએ હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી છે.
Fourteen suspects detained, related to Al Qaeda Module. Suspects were from different states, whose head Dr. Ishtiyaq was a Jharkhand-based doctor. Interrogations are currently underway at various locations and additional arrests are anticipated. Recoveries of arms, ammunition,…
— ANI (@ANI) August 22, 2024
હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી રહી હતી
એડિશનલ પોલીસ કમિશનર સ્પેશિયલ સેલ પ્રમોદ સિંહ કુશવાહાના જણાવ્યા અનુસાર, સેલે રાજસ્થાન પોલીસની મદદથી ભિવડીમાંથી હથિયારોના ઉપયોગની તાલીમ લઈ રહેલા છ આતંકીઓની ધરપકડ કરી છે. ઝારખંડ અને યુપી પોલીસ સાથે મળીને બંને જગ્યાએથી આઠ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
વધુ આતંકીઓની ધરપકડ થઈ શકે છે
પોલીસનો દાવો છે કે અલગ-અલગ રાજ્યોમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. હજુ વધુ આતંકીઓની ધરપકડ થઈ શકે છે. પોલીસે ઘણી જગ્યાએથી હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. અત્યાર સુધીમાં રાંચીમાં 15, રાજસ્થાનમાં એક અને અલીગઢમાં એક દરોડા પાડવામાં આવ્યા છે.