કપડવંજ બિલ્ડર એસોસિએશન અને દનાદરા ક્વોરી એસોસિએશન દ્વારા વડોદરાના અસરગ્રસ્તો માટે 5000 ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતાં.
વડોદરામાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા હોવાથી છેલ્લા ત્રણ-ચાર દિવસથી અનેક લોકો ઘરોમાં ફસાયેલા છે. જેના પગલે નિવાસી નાયબ કલેકટર, ખેડાની સૂચનાથી કપડવંજ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામીના સંકલનમાં રહીને કપડવંજ બિલ્ડર એસોસિએશન અને ક્વોરી એસોસિએશન દ્વારા મોહનથાળ, બુંદી અને મમરીના 5000 પેકેટ તૈયાર કરીને આજે રવાના કરવામાં આવ્યા હતાં.