તેમણે 78 ટકા એપ્રૂવલ રેટિંગ મેળવીને ટોપનુ સ્થાન હાંસલ કર્યુ છે. આ રેટિંગના ભાગરૂપે ભારત, અમેરિકા સહિત દુનિયાના શક્તિશાળી ગણાતા 22 દેશોના નેતાઓના એપ્રૂવલ રેટિંગના આંકડા બહાર પાડવામાં આવ્યા છે.
આજે જે રેટિંગ બહાર પાડવામાં આવ્યુ છે તે 10 થી 16 મે દરમિયાન દુનિયાભરના 22 દેશોમાં કરાવાયેલા વોટિંગ પર આધારિત છે. દરેક દેશમાં મતદાતોની સંખ્યા તે દેશની લાક્ષણિતકાતઓ પર આધાર રાખે છે. મોર્નિંગ કનસલ્ટ નામની આ સંસ્થા નિયમિત રીતે રેટિંગ જાહેર કરે છે.
પીએમ મોદીનુ એપ્રૂવલ રેટિંગ 78 ટકા છે. તો જો બાઈડનનુ 42 ટકા છે. તેઓ આ લિસ્ટમાં પાંચમા નંબરે છે. જ્યારે સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બર્સેટ તેમજ મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ 62 ટકા રેટિંગ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે.
ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બેનિઝ 53 ટકા સાથે ત્રીજા, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની 49 ટકા રેટિંગ સાથે ચોથા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ડા સિલ્વા 49 ટકા રેટિંગ સાથે ચોથા ક્રમે છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો 39 ટકા રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે તથા સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ 39 ટકા રેટિંગ સાથે સંયુક્ત રીતે છઠ્ઠા કમે છે. આયરલેન્ડના પીએમ લીઓ વરાડકર 34 ટકા રેટિંગ સાથે આઠમા ક્રમે છે.
બ્રિટનના પીએમ ઋષિ સુનક 33 ટકા રેટિંગ સાથે નવમા ક્રમે છે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં તથા જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ આ રેટિંગમાં બહુ પાછળ છે.
ભારતમાં સંસ્થા દ્વારા પોતાના પ્રતિનિધિઓ થકી વોટિંગ કરાવવામાં આવે છે