૨૦૪૭માં વિકિસત ભારત ની કલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે . યુથ એટલે યુવાનો નો સિંહ ફાળો એમાં હશે જેને લઈને શહેરની નંદકુંવરબા કોલેજ દ્વારા “રોલ ઓફ યુથ ઈન ડેવલોપિંગ ઈન્ડિયા” વિષય ઉપર ૪૫૦ જેટલા રિસર્ચ પેપર્સ આપ્યા હતા જેની સમીક્ષા જૂનાગઢ થી નરસિંહ મેહતા યુનિવર્સિટીના ઉપ કુલપતિ ચિંતન ત્રિવેદી તેમજ કોલ્હાપુર શિવાજી યુનિવર્સિટીના પ્રોફેસર જગન કારાડે કરી હતી .
વિદ્યાર્થીઓ , પ્રાધ્યાપકો દ્વારા વિષયને અનુસંધાને પોતના વિચારો રિસર્ચ પેપર માં વ્યક્ત કર્યા હતા .
પ્રોફેસર જગન કારાડે ભાવનગરના મહારાજા ભાવસિંહજી ને યાદ કરી કહ્યુ હતુ તે સમયમાં પાણી ની સમસ્યા , ગટર વ્યવસ્થા નું ધ્યાન રાખી ભાવનગર નું પ્લાનિંગ કરવામાં આવ્યુ હતુ , ભાવનગર , કોલ્હાપુર અને મદ્રાસના મહારાજા તે સમયે સારા મિત્રો હતા જેને કારણે આ નગરો ની પ્રાથિમક સુવિધા ની વ્યવસ્થા ખુબ સારી રીતે કરવામાં આવી હતી.
રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)