ધોળામાં ઉમરાળા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દશેરાનાં પર્વે કપાસ હરરાજી ખરીદીનો શુભપ્રારંભ થયો છે. અહીંયા અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેડૂતો હરખભેર જોડાયાં હતાં.
ઉમરાળા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પ્રમુખ ઘનશ્યામભાઈ ખૂંટ, ઉપપ્રમુખ લખધીરસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે દશેરાનાં પર્વે કપાસ હરરાજી ખરીદીનો શુભપ્રારંભ થયો છે.
ધોળામાં કપાસ હરરાજી ખરીદીનો શુભપ્રારંભ પ્રસંગે અગ્રણીઓ પેથાભાઈ આહિર, રસિકભાઈ ભિંગરાડિયા વગેરેનાં સંકલન સાથે પ્રથમ દિવસે એક હજાર મણ કપાસની આવક અહીંયા થઈ. આ મુહૂર્ત પ્રસંગે રૂપિયા ૧૫૦૫ ભાવ આપવામાં આવ્યો.
ઉમરાળા પંથક માટે ખેડૂતોનાં હિતમાં કાર્યરત આ સમિતિનાં આ શુભારંભ ખરીદી વેળાએ અગ્રણીઓ પ્રતાપભાઈ આહિર, ભરતભાઈ ટાંક, બાબુભાઈ લખાણી, લક્ષ્મણભાઈ ડાંગર, બળદેવસિંહ ગોહિલ, કાનાભાઈ માંગુકિયા, કાળુભાઈ ડાંગર, શંકરમલ વધવા, નરવીરસિંહ ગોહિલ, કાળુભાઈ પટેલ, હરિભાઈ સોંદરવા સહિત અગ્રણીઓ, વેપારીઓ અને ખેડૂતો હરખભેર જોડાયાં હતાં.