આજે ગૌ-અષ્ટમી દિવસે વિશ્વ હિન્દુ પરિષદ- ગૌ-રક્ષા અને ગૌસંવર્ધન વિભાગ દ્વારા કર્ણાવતી નાં ઓગણજનાં આલ્ફા ગૌશાળામાં ગોપાષ્ટમી નો કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમમાં વિહિપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મા. શ્રી હુકમચંદ સવાલાંજીએ વિશેષ ઉપસ્થિતિમાં પ.પૂ સંત શ્રી સદાનંદજી મહારાજ સહિત સાધુસંતો અને વિહિપના પદાધિકારીઓ એ
ગૌપુજન કરીને કાર્યક્રમ ને આગળ વધાર્યો હતો.
મોટી સંખ્યા માં ઉપસ્થિત ગૌ-સેવકો અને સભાને સંબોધતા મા. શ્રી હુકમચંદ સવાલાજી એ ભારતનાં અર્થતંત્રમાં ગૌ ની ભૂમિકા અને મહત્વ સમજાવા ગૌ આધારિત ઝીરો ખર્ચ ખેતી, ગૌ આધારિત મુખ્ય અને બાય પ્રોડકટ અને તેની ડિમાન્ડ અને બજાર વાત કરતાં ગૌ ને સંરક્ષિત કરવા સફળ દૃષ્ટાંતો આપ્યા હતા.
આ ઉપરાંત ગુજરાતમાં આશરે 400 વીઘા ગૌચર જમીન પરનાં દબાણો મુક્ત કરાવનાર વીંછીયા ગામનાં વતની તેમજ ક્ષત્રિય સમાજનાં અગ્રણી અને ગૌપ્રેમી જિતેન્દ્રસિંહ વાઘેલા સહિત ગૌ આધારિત ખેતી કરતાં ગુજરાત ના 15 ખેડૂતોનું સવાલાજી એ સન્માન કરીને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે વિહિપનાં ક્ષેત્રિય સહમંત્રી મા. અશ્વિનભાઈ પટેલ, ક્ષેત્રિય ગૌરક્ષા પ્રમુખ પ્રદીપભાઈ વ્યાસ સહીત ઉત્તર ગુજરાત પ્રાંત સહિત મહાનગર અન્ય અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રાજ્ય હતાં.