અજમો ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, તમને સવારના સમયે ખાવ તો આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
અજમો ખાવાથી Phthalides લોહીમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જે હાર્ટ એટકના પ્રોબ્લેમથી રાહત આપે છે.
હવે શિયાળની શરૂઆત થશે એટલે શરદી અને ઉધરસ સામાન્ય રીતે થતી હોય છે. તો તે ના થાય તેના માટે અજમાને કપડામાં લપેટીને તવા પર ગરમ કરો અને તેની સુગંધથી રાહત મેળવો
વધુ પડતા કફના કારણે વારંવાર ઉધરસ થતી હોય તો અજમાનું ચૂર્ણ, ઘી અને મધનું મિશ્રણ ચાટવાથી આરામ મળે છે.
શિયાળામાં જૂના દુખાવા કે ઘૂંટણની સમસ્યા વધી જાય છે. જેથી અજમાને બાળીને તેનો ધુમાડો શ્વાસમાં લેવાથી શરીરના દુખાવામાં રાહત મળે છે.
અજમાની અંદર પ્રોટીન હોવાના કારણે , શરીરમાં કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે.