શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઊજવણી કરી રહ્યું છે. તે નિમિત્તે એસોસિએશનના સૌ સભ્યોનું કપલ સાથે સ્નેહમિલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ગોલ્ડન જ્યુબિલિ વર્ષના પ્રમુખશ્રી રમણભાઈ પ્રજાપતિના બર્થ ડે ની ઉજવણી નો કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. આ કાર્યક્ર્મ મોડાસા હાઈસ્કૂલના શ્રીમતી સાવિત્રીબેન બીપીનકુમાર શાહ સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં અધ્યક્ષ તરીકે ઈસ્માઈલભાઈ જે દાદુ, ઉદ્ઘાટક પંકજભાઈ બી બુટાલા, અતિથિ વિશેષ તરીકે મ. લા. ગાંધી ઉ. કે મંડળ ના પૂર્વ પ્રમુખ ડૉ મુકુંદભાઇ શાહ, ઉપ પ્રમુખ સુભાષભાઈ શાહ, મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનકુમાર આર શાહ, અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ બી શેઠ, સાર્વજનિક હોસ્પિટલ ના મંત્રી પિયુષભાઈ પટેલ તથા એસોસિએશનના પ્રમુખ રમણભાઈ જે. પ્રજાપતિ, મંત્રી મુકુન્દકુમાર એસ શાહ, ઉપપ્રમુખ નરેન્દ્ર ભાઈ શાહ અને પ્રવીણભાઈ પટેલ સહમંત્રી મનીષભાઈ ભાવસાર અને નયનભાઈ કોઠારી, ખજાનચી જયેશભાઈ ગાંધી, ફંડ કમિટી કન્વીનર સલીમભાઈ દાદુ, પ્રોજેક્ટ કન્વીનર મયુરભાઈ બુટાલા, તેમજ સલાહકાર બોર્ડના સૌ સભ્યશ્રીઓ, મંડળીના બોર્ડના સૌ સભ્યો અને આમંત્રિત તથા એસોસિએશનના સૌ સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનોનું બુકે અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ શ્રી રમણભાઈ પ્રજાપતિ ના 59મા જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી તથા એસોસિએશન, મંડળી દ્વારા મોમેન્ટો શાલ અને બુકે તથા અન્ય સંસ્થાઓ દ્વારા પ્રમુખશ્રીનું સાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ સૌ મહેમાનોએ વડીલોને શુભેચ્છાઓ પાઠવી હતી અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.
કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મંચસ્થ મહેમાનો દ્વારા કર્યા બાદ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રમુખશ્રી રમણભાઈ પ્રજાપતિ એ કર્યું હતું અને કાર્યક્રમ વિશેની વિસ્તૃત માહિતી ચેરમેન શ્રી પંકજભાઈએ રજૂ કરી હતી. કાર્યક્રમમાં શ્રી ઇસ્માઈલભાઈ દાદુએ સૌને ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં પ્રોજેક્ટ કન્વીનર મયુરભાઈ બુટાલા દ્વારા બર્થ ડે ની શુભેચ્છા ઈચ્છતી કવિતા રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 450 ઉપરાંત સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી મુકુન્દ એસ. શાહે કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંડળીના મેનેજર નરેશભાઈ તથા સ્ટાફનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમનું આભાર દર્શન ડિરેક્ટર શ્રી મુકુન્દ શાહે કર્યું હતું.