Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

અમૂલના જયેન મહેતાને મળ્યું વધુ 5 વર્ષનું એક્સટેન્શન, મેનેજિંગ ડિરેક્ટરના પદ પર રહેશે યથાવત

અમૂલના જયેન મહેતાને મળ્યું વધુ 5 વર્ષનું એક્સટેન્શન, મેનેજિંગ ડિરેક્ટરના પદ પર રહેશે યથાવત

જયેન મહેતાને પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF)ના પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને વધુ 5 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. જયેન મહેતા કંપનીમાં છેલ્લા 34 વર્ષથી કામ કરે છે. વર્ષ 2023માં તેમની મેનેજિંગ ડિરેક્ટરના પદ પર નિમણૂક કરવામાં આવી હતી. GCMMF એ ભારતનું સૌથી મોટું ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) એન્ટરપ્રાઇઝ છે. મહત્વનું છે કે, જયેન મહેતાનો કાર્યકાળ 2029-30 સુધી રહેશે. નવેમ્બરના અંતમાં GCMMFની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલ (GCMMF) નું વાર્ષિક બ્રાન્ડ વેચાણ ટર્નઓવર રૂ. 80,000 કરોડ છે. તે ગુજરાતમાં 36 લાખ દૂધ ઉત્પાદકોનો સહકારી સંઘ છે. આ સંઘ 18 જિલ્લા દૂધ સંઘો હેઠળ 18,600 ગ્રામ ડેરી સહકારી મંડળીઓ દ્વારા કામ કરે છે. આ સહકારી સંસ્થા દરરોજ 3 કરોડ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે. નોંધનિય છે કે, જયેન મહેતા છેલ્લા 34 વર્ષથી GCMMF સાથે જોડાયેલા છે. તેમણે અનેક હોદ્દા પર કામ કર્યું છે. મહેતા ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) માટે માર્કેટિંગની સ્થાયી સમિતિના સભ્ય પણ છે.

જયેન મહેતાએ ઘણા એવોર્ડ જીત્યા

જયન મહેતા સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી સુવર્ણ ચંદ્રક વિજેતા છે. આ સાથે તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આણંદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મહેતાની LinkedIn પ્રોફાઇલ મુજબ તેમણે માર્કેટિંગ અને લીડરશીપમાં અનેક એવોર્ડ જીત્યા છે. જેમાં ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ એસોસિએશન (IAA) ઇન્ડિયા ચેપ્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્કેટર ઓફ ધ યર–FMCG ફૂડનો સમાવેશ થાય છે. જયન મહેતાને ફૂટબોલ જોવું ગમે છે અને તેઓ FIFA વર્લ્ડ કપ 2022 જોવા માટે કતાર પણ ગયા હતા.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.