સિનિયર સિટીઝન ફેડરેશન ઓફ ગુજરાતની મિટિંગ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાડજ ખાતેના ઓડીટોરીયમમાં યોજાઈ હતી. જેમાં 180 જેટલાં સિનિયર સિટીઝન ગૃપના પ્રતિનિધિઓને સંગઠન મંત્રી સુબોધ ત્રિવેદીએ આવકાર્યા હતા. જ્યારે પ્રમુખ રાજેન્દ્ર વ્યાસે ફેડરેશનની રચના અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. મંત્રી નરેશ બારોટે સ્વાગત પ્રવચન કર્યું હતું અને સહમંત્રી વાલ્મીક જાની તથા મુકેશ માંકડે આ સંપુર્ણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.