જૂન મહિનામાં 12 દિવસ સુધી બેંકો બંધ રહેશે. દેશમાં કેટલાક કારણોથી અલગ અલગ જગ્યા પર 6 દિવસ બેંકોના કામ બંધ રહેશે. આ સિવાય 4 રવિવાર અને બે શનિવારના રોજ પણ બેંક બંધ રહેશે. જો તમારે આવતા મહિને બેંક સાથે જોડાયેલા કામ બાકી હોય તો અહી આપવામાં આવેલ માહિતી એકવાર અવશ્ય ચેક કરી લેજો કે ક્યારે ક્યારે બેંક બંધ રહેશે.
જૂન મહિનામાં આ તારીખે બેંકોમા રજા રહેશે
તારીખ બંધ થવાનું કારણ ક્યાં બંધ રહેશે?
4 જૂન રવિવાર દરેક જગ્યાએ
10 જૂન બીજો શનિવાર દરેક જગ્યાએ
11 જૂન રવિવાર દરેક જગ્યાએ
15 જૂન રાજા સંક્રાંતિ મિઝોરમ અને ઓડિશા
18 જૂન રવિવાર દરેક જગ્યાએ
20 જૂન કાંગ રથયાત્રા મિઝોરમ અને ઓડિશા
24 જૂન ચોથો શનિવાર દરેક જગ્યાએ
25 જૂન રવિવાર દરેક જગ્યાએ
26 જૂન ખરચી પૂજા ત્રિપુરા
28 જૂન ઈદ ઉલ અઝહા કેરળ, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીર
29 જૂન ઈદ ઉલ અઝહા દેશના મોટાભાગના રાજ્યોમાં
30 જૂન રીમા ઈદ ઉલ અઝહા મિઝોરમ અને ઓડિશા
ત્રિપુરામાં તા. 24થી 26 જૂન દરમ્યાન સતત બેંકોના કામ કાજ બંધ રહેશે. 24 તારીખના રોજ બીજો શનિવાર આવે છે અને 25 ના રોજ રવિવાર આવે છે. આ સિવાય 26 જૂનના રોજ ખર્ચીી પૂજાના કારણે બેંક બંધ રહેશે.