કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ.ની સુચનાનુસાર સર્વેલન્સની ટીમ કાર્યરત હતી. દરમિયાન પો.કો.ને બાતમી મળી હતી કે ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાના અલગ-અલગ ચાર જેટલા મિલકત સંબંધી ગુન્હાઓ નુરસિંગ સીકલીગર સાથે મળી ગુન્હાનો અંજામ આપ્યો હતો.તે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરતા હ્યુમન્સ ઈન્ટેલીજન્સની મદદથી આરોપી હરેશ ઉર્ફે કાલુ રમણભાઈ મારવાડી (આ.ઉ.વ.૨૧) રહે.એચ.એમ.કોલોની,ગોકુલ ધામ સોસાયટી સામે, કપડવંજનાઓને ઝડપી પાડયો હતો. હરેશ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી ગાંધીનગર જિલ્લાના કલોલ પોલીસ સ્ટેશનને કબજો સોંપવાની તજવીજ હાથ ધરી હતી.આમ ઘરફોડ ચોરીના ગંભીર ગુન્હાના ગાંધીનગર અને મહેસાણા જિલ્લાનો નાસતો ફરતો આરોપી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડ્યો હતો. હરેશના ગુનાહિત ઈતિહાસમાં માણસા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં, કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ તથા ચોરીના ગુન્હામાં અને નંદાસણ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુન્હા નોંધાયા છે. હરેશની મોડસ ઓપરેન્ડીમાં નુરસિંગ સીકલીગરની ગેંગના સભ્યો રાત્રે નિર્ધારિત સ્થળે એકઠા થઈ અગાઉ રેકી કરેલી દુકાનો/રહેણાંક મકાનો ટાર્ગેટ કરી નરાશ વડે દુકાન/મકાનના દરવાજા તોડી ચોરી કરવાની ટેવાવાળા છે.