નેશનલ હાઇવે થી ડેરી થઈ કોતરિયા વિસ્તાર થઈ ફુંદળ માતાજીના મંદિરને જોડતો ગામડાઓના વિકાસ સુધી રસ્તો મુખ્યમંત્રી ગામ સળક યોજના અંતર્ગત મંજુર થયેલ છે. પરંતુ રસ્તાની અંદર ઘણા અવરોધો આવી રહ્યા છે. તે વિશે પંચાયતને નોટિસ આપવામાં આવી હતી પરંતુ આ નોટિસને અવગણી હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
આ અગાઉ નાયબ કાર્યપાલક એન્જિનિયર તરફથી આ રસ્તા ના જે અડચણરૂપ ઝાડ છે તેને હટાવવાની પણ નોટિસ આપવામાં આવી હતી પરંતુ આ કાર્યવાહી કઈ થઈ ન હતી. તો આના માટે કોણ જવાબદાર છે.
નાની મૂડેલ ગ્રામ પંચાયતના જે આ ચાલતા માર્ગ વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ રસ્તો નકશામાં છે અને પંચાયત હસ્તક આવે છે તો દબાણ પંચાયત કેમ દૂર નથી કરતી.
જે ફુંદળ માતાજી તરફ થી જે રસ્તો આવે છે તે તરફથી જે પણ અડચણરૂપ ઝાડ છે તે તમામ ઝાડનો નિકાલ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે પરંતુ કુલ રસ્તામાં આશરે ૬૦૦ મીટર રસ્તામાં કેટલાક ઝાડ નડતરરૂપ છે. સદર રસ્તો મુંડેલ – રતનપુર ના નકશામાં પણ દર્શાવેલ હોય આ રસ્તો કાયદેસર રાજમાર્ગ છે,નકશામાં બતાવેલ રસ્તા નું માપ પ્રમાણે જે ઝાડ નડતર છે તે પંચાયત હસ્તક ના જણાય આવે છે જે દબાણ પંચાયતનું હોવાથી વહેલી તકે દૂર કરી રસ્તા નું કામ ચાલુ કરવા વિનંતી રાહજનોનું કહેવું છે.