Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

કઠલાલ તાલુકાના નાનીમુંડેલ ગામના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તા ના વિકાસના કામ અંતર્ગત ગ્રામજનો દ્વારા તલાટી તથા સરપંચ શ્રી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું.

કઠલાલ તાલુકાના નાનીમુંડેલ ગામના  મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તા ના વિકાસના કામ અંતર્ગત ગ્રામજનો દ્વારા તલાટી તથા સરપંચ શ્રી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું.

આ રસ્તાનો ઉપયોગ મુંડેલ રતનપુર ના ગ્રામજનો ભૈડિયા વિસ્તારના નાગરિકો છીપડી પાટીયા સુધીના નાગરિકો રણછોડપુરા નાગરિકો તથા બાળકોને સ્કૂલે આવવા જવા માટે પ્રસંગોપાત ગામમાં અવરજવર માટે તથા સ્મશાન યાત્રા માટે તેમજ દૂધ મંડળીમાં દૂધ ભરવા માટે તથા સસ્તા અનાજની દુકાને જવા માટે તેમજ તાત્કાલિક આરોગ્ય સારવાર માટે દા: ત તરીકે પ્રસુતિ સમયે આકસ્મિક બીમારી સમયે ઉપયોગ કરવામાં આવે છે તથા આરોગ્ય સેવા 108 તેમજ અન્ય વાહન લાવવા લઈ જવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે.

આ રસ્તા નું કામ સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની જે પણ ચૂંટણી આવશે તેનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવશે.

 

 

રિપોર્ટર-રાજદીપ ચૌહાણ(કઠલાલ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.